________________
પર્વ મહિમા દર્શન તેથી યાત્રાના પ્રસંગમાં અમારિ પડહો વિસ્તારો જોઈએ.” એમ અહીં આગળ શિખામણની વિધિમાં સામાન્યગુણની પ્રશંસાથી ભાવથી પ્રધાન એવાં ગંભીર દષ્ટાંતે રાજાને કહ્યાં અને આગળ જતાં જણાવે છે કે “ઘણું પ્રાણીઓને સરખું એવું આ મનુષ્યપણું મળવા છતાં ધર્મથી અર્થાત્ પુન્યથી રાજાપણું થાય છે” એમ જાણીને “હે સુંદર ! રાજન ! આ ધર્મની અંદર યત્ન કરવો જોઈએ. ધર્મ જ સર્વારિદ્ધિનું મૂળ કારણ છે. બધાના મનનું હરણ કરનાર પણ તે જ છે અર્થાત્ ખુશ કરનાર છે. એટલું જ નહિ પણ આ સંસારરૂપી સાગરની અંદર ધર્સ જ યાનપાત્ર (નાવ) સમાન છે.”
તે ધર્મ કેવી રીતે થાય છે તે જણાવતાં જણાવે છે કે “આ ધર્મ બધાના ઉચિતઅર્થને સંપાદન કરવા વડે કરીને શુભ અનુબંધવાળો થાય છે. વળી તે ધર્મ વીતરાગ પરમાત્માનું પ્રધાનપણું હોવાથી તેમની જાત્રામાં ઉચિત અર્થ સંપાદન કરવાથી અત્યંત શ્રેષ્ઠ થાય છે.” આવી રીતે રાજાને શિખામણ આપવામાં જે ભાવ છે તે પ્રગટ કરતાં જણાવે છે કે “આમાં એટલે વીતરાગ પરમાત્માની યાત્રામાં જેમ ભગવાનના જન્મકલ્યાણકઆદિમાં તે તે કાળે બધા પ્રાણીઓ સુખી થયા તેમ હમણાં પણ બધા પ્રાણીઓને અભયદાન દેવા વડે (અમારિ પડહ વડે) કરીને તે કર અર્થાત્ સુખી કર, આવી રીતે રાજા પાસે અભયદાન દેવડાવવાનું અર્થાત્ અમારિ પડહ વગડાવવાનું જણાવે છે. દ્રવ્યથી પણ અમારિ પડહની કતવ્યતા.
પ્રવચન ગુરુમહારાજ ન હોય તે શ્રાવકોએ કમે કરીને અથોત રાજકુળને એવી નીતિથી રાજાને મળવું જોઈએ અને તેવી રીતે રાજાને પૈસા આપીને પણ અમારે પડતું વગડાવો જોઈએ, એટલું જ નહિ પણ જે તે પ્રાણીઓના ઘાત કરનારા છે તેને પ્રેમ ઉત્પાદન કરવા દાન આપવું જોઈએ. અને યાત્રાના દિવસના પ્રમાણ સુધી એગ્ય કરવું જોઈએ અને નિરવ એવી દેશના કરવી.” આ ઉપરથી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ તે વાત જણાવે છે કે દ્રવ્ય દેવાપૂર્વક પણ અમારિ પડયે વગડાવો જોઈએ.