________________
અષ્ટાલિકા વ્યાખ્યાન
૧૧૩
સીધું જ મેં, ઊંચું જ મેં, સન્મુખ જ મેં રાખવું જોઈએ, આત્માને ઊર્ધ્વગતિ ઇચ્છનારાએ ઊંચા આત્માનાં દષ્ટ લેવા જોઈએ, પડતાનાં કદાપિ લેવાં નડિ. આજકાલના મનુષ્ય પડતાનાં દૃષ્ટાંતે જ વારંવાર આગળ કરે છે. લક્ષ્મણ સાળીનું દષ્ટાંત.
કુંવરી ચેરીમાં વિધવા થઈ, છતાં તેણીએ પવિત્ર શીલ પાળ્યું. તેણીની ગણના સતીમાં થઈ. તેણુએ બ્રહ્મચર્યવ્રત લીધું, ક્રમસર શ્રાવિકાનાં વ્રતે લીધાં અને ધર્મકાર્યમાં જ જીવન ગાળવા માંડયું. છેલ્લે છેલ્લા તીર્થકરની દેશના શ્રવણ કરી, વૈરાગ્યવાસિત થઈ, તેમની પાસે તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. તેનું નામ લક્ષ્મણ સાધ્વી.
આ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેથી એક વખત ચકલા ચકલીનું મિથુનકાર્ય જોવાઈ ગયું. આ જોઈ તેણીને મનમાં વિચાર આવ્યા- “અહો! અરિડુંત ભગવાને મૈથુનની આજ્ઞા કેમ નહિ આપી હોય? સમજાયું, તેમને વેદ નહિ એટલે અવેદી એવા તેઓ વેદવાળાની વેદના કયાંથી જાણે?” કેમ જાણે? અરિડુંત જન્મથી જ અવેદી ન હોય. એક ક્ષણ પસાર થઈ, ફરી તેણીને ભૂલ સમજાઈ, હૃદયમાં વિચાર આવ્યું: “અહ ! કેવું અસત્ય ચિંતવ્યું? જેઓ સર્વ કાલ, સર્વ ક્ષેત્ર, સર્વ દ્રવ્ય અને સર્વ ભાવને જાણે, તેમનાથી વળી અજાણ્યું શું હોય ?”
“હવે મારે આલોયણ શી રીતે લેવી?” તેણીને વિચાર થયે કેઃ હું આલોચના લેવા જઈશ એટલે ગુરુ હેજ ઠપકો આપશે કે તારી. આવી દષ્ટિ ? તિર્યંચ, પશુપક્ષી કે નાનામોટા જનાવરની તે આવી દષ્ટિ હોય પણ તારી, કુલીનની, સાદવની આ દષ્ટિ ?” આ વિચારના વમળે તેણે અટવાઈ આલેચના લેવી એ તે નકકી જ! વળી વિચાર્યું “વાંધો શો ? ઉપાલંભ આપશે તે પણ ગુરુ છે ને ! ગુરુમહારાજ ઠપકો આપવા ગ્ય છે, એ જે ઉપાલંભ ન આપે તે અન્ય કેણ, આપે? અને મારાથી ગૂને થયે છે, માટે હું સાંભળવા ગ્ય છું, મારે સાંભળવું જ જોઈએ.” આવું વિચારી તેણીએ ગુરુ પાસે જવા ગમન આદર્યું. થયું શું? ઓચિંતે પગમાં કાંટો વાગે. તેથી આ અપશુકન થયા એમ માન્યું અને ક્ષોભ પામી પણ ગુરુ પાસે ગઈ.