________________
અષ્ટાદ્ધિક વ્યાખ્યાન જેઓ વાહનમાં બેસતા નથી તેમણે આવું મોટું પ્રયાણ શી રીતે કર્યું હશે ! એ મહાત્માને મોટું દુઃખ થયું હશે, પોતાના સિપાઈને ઉપાધ્યાય પાસે, ખબર પૂછવા તથા “બાદશાહ બેલાવે છે” એમ કહેવા મેકલ્ય.
ઉપાધ્યાયજીની પગલું પણ ન ભરી શકવાની હાલત એને ક૯૫નાય હેય તે આમ સિપાઈને મેકલે? સિપાઈએ આવીને શું જોયું? પગ સૂઝીને થાંભલા થઈ ગયા છે, ઉsણ જલથી શિવે સિંચન કરી રહ્યા છે, ગળામાં પણ પાણ સીધું જતું નથી, પી શકાતું નથી, ભીનાં વસ્ત્રને ગળે તથા છાતીએ મૂકાઈ રહેલ છે, “બે શિષ્ય ખડે પગે વૈયાવચ્ચ કરી રહ્યા છે; આવી શિની ગુરુભક્તિ જોઈ સિપાઈએ. પણ મસ્તક ડેલાવ્યું, બાદશાહની વતી ખબર પૂછી, “હજૂર બુલાતા. હય” એવો સંદેશો કહ્યો. શિષ્યોએ હાલત કહી, જે હાલત નજરેનજર નિહાળતી હતી. સિપાઈએ આવીને બાદશાહને હાલત કહી બતાવી.. બાદશાહે મને મોકલ્યા.
ઉપાધ્યાયજીએ હવે જવાનું નકકી કર્યું પણ વાહનમાં બેસવું નથી. એક લાકડાની વળી મંગાવી. વચ્ચે પોતે બેઠા અને બે છેડેથી બે શિષ્યએ વહુનકાર્ય કર્યું. તેમને આ રીતે આવતાં જોઈ, જ્યારે નજર પડયા ત્યારે બાદશાહ સામે આવ્યા અને નમી પડે, ક્ષમા માગી. બાદશાહના દિલમાં થયું : “કેવી ગુરુભક્તિ ! શિષ્ય વળી ઉપર બેસાડીને લાવે એ. તે પ્રત્યક્ષ છે જ પરંતુ ઉપાધ્યાયજી કાયમ આ કષ્ટ સહન કરે છે. મારી સાથે આવવું, તેને અંગે સહન કરવું પડતું સહન કરવું–એ પણ પિતાના ગુરુના આદેશપાલન ખાતર જ છે એ મહાત્માને કર્યો સ્વાર્થ છે? ક્યા પૈસા ટકા લેવા છે?
બાદશાહે કહ્યું: “મહારાજ! આપને અતિ કણ થયું, ક્ષમા કરે, આપે આવું ઉતાવળે આવવાની જરૂર નથી, આવા પ્રસંગે ધીમે ધીમે આવો એ જ ઈચ્છવા છે.” કમસર પ્રયાણે લશ્કર અટક જઈ પહોંચ્યું. ત્યાંના રાજાએ નગરનાં દ્વારને બંધ કર્યા. કિલ્લે મજબુત હતે, બાદશાહે કિલ્લાને ઘેરો ઘાલ્યું. એ ઘેર બાર વર્ષ રહ્યો. બાર બાર વર્ષ પસાર થયા છતાં પાસા પોબાર પડતા નથી અર્થાત કિલ્લો". સર થતું નથી.