________________
અષ્ટાલિંકા વ્યાખ્યાન
૧૨૧
ખબર નથી” એમ કહે છે તેની દાનત માટે શંકા જાય, એ જવાબ ઉડાઉ ગણાય પરંતુ હવે તે કહી શકે કે “આમ બન્યું છે, હાલ તરત મેતી કયાંય જડતાં નથી, છતાં શોધીશ.” તે બાદશાડ પણ માની શકે (સ્ત્રી મરી ગઈ એ વાત તો પ્રત્યક્ષ જ છે ને !) અને પિતે એમ ધારે કે નિરાંતે શોધીશ.
તે બાદશાડ પાસે આવવા ઘેરથી નીકળે. પુણ્યના ઉદયે માર્ગમાં શાંતિચંદ્રજી ઉપાધ્યાય મળ્યા. રોજનો પરિચય તો છે, કેમકે ઉપાધ્યાયજી રોજ બાદશાહને ધર્મશ્રવણ કરાવવા જાય છે, અને આ છે ચામર વીઝનાર એટલે એ પરિચય સ્વાભાવિક છે. ઉપાધ્યાયજીએ આને ઉદાસ જોઈને, શીયા-વીયા જઈને પૂછયું: “કેમ હોશકોશ ઉડી ગયા છે?” તે બારહજારીએ વંદન કરવાપૂર્વક તમામ વ્યતિકર કહ્યો અને ઉદાસીનપણાનું કારણ જણાવ્યું. વાત પણ ખરી. રાજા બાદશાહને શો ભરે! અવળી ઘાણીએ પીલે, પિતાને તે પલે પણ કુટુંબનેય પાલે. સીધા ઉતર્યા તે ઠીક અને વિફર્યા તે બાર જ વગાડે!
ઉપાધ્યાયજીએ કહ્યું: “ભલા આદમી! ઉદાસ ન થા ! જા, પાછો ઘેર જા, અને જેણુને તેં મેતી આપ્યાં છે તેની પાસે માગી લે, તેણું મેતી તને આપશે, જા, જલ જા !” મનાય? સ્ત્રી મરી ગઈ છે, પોતે ભસ્મીભૂત કરી આવેલ, છતાં ઉપાધ્યાયજીના કહ્યા પછી જરાય ચર્ચા નહિ ! શ્રદ્ધા, પ્રતીતિ કઈ અજબ ચીજ છે. તરત ઉલ્લાસમાં આવી, ઉત્સાડભેર ઘેર દે. શ્રદ્ધા તે એવી હતી કે જેને બાદશાહ માને તે કાંઈ જેવા તેવા હોય? નહિ કપેલું જેવું
પિતે ઘેર ગયે ત્યાં શું જોયું? પ્રથમ મેતી આપ્યા ત્યારે સ્ત્રીને જે રૂપે જોઈ હતી તે જ રૂપે સ્નત્ન કરવા તૈયાર થયેલી જોઈ તેણે મત માંગ્યાં અને તે સ્ત્રીએ લુગડાના છેડેથી છોડીને આપ્યાં. એ તે આ સ્ત્રીનું શું થાય છે, અલેપ થાય છે કે કેમ એ જોવાય ઊભું ન રહ્યો કેમકે ઝટપટ મેતી બાદશાહને આપવામાં જ જીવનની સલામતી છે ને! હાથમાં મજબુતપણે મેતીના યુગલને પકડી તે આદશાહ પાસે દોડી ગયો અને બાદશાહને મત આપ્યાં પછી ચામર