________________
૧૧૬
પર્વ મહિમા દર્શન આથી જેનેએ પિતાને ઘેર આવતાં પુષ્પ જિનાલયમાં આપવા માંડયા. રાજાએ પિતાના ફરમાનથી જૈનોને ઘર માટે પણ ફૂલે આપવા બંધ કરાવ્યાં. કેટલી હદે જુલમ ! પર્યુષણ પર્વ આવ્યું તેથી શ્રીસંઘે વાસ્વામીને, શ્રીજિનેશ્વરદેવની અંગપૂજાને અંગે ફૂલે સંબંધી પરિસ્થિતિ જણાવી, ઘટતું કરવા વિનંતી કરી. વાસ્વામીજી વિદ્યાના જ્ઞાતા છે. એ તે શ્રી સકલસંઘના અનુભવની વાત તો હતી જ. શ્રી વાસ્વામીજી આકાશગામિની વિદ્યાના ગે માહેશ્વરી નગરીએ ગયા, ત્યાં દુન્યવી સંબંધે પિતાના પિતાને મિત્ર બાગવાન રહેતું હતું. ત્યાં જઈને ફૂલે તૈયાર કરવાનું જણાવ્યું. ત્યાંથી પોતે હિમવાનું પર્વતે શ્રીદેવી પાસે ગયા. પિતાની પૂજા માટે તેડેલું મોટું ફૂલશ્રીદેવીએ એમની આગળ ધર્યું ત્યાંથી તે ફૂલ લઈ, પાછા માહેશ્વરી આવી ત્યાંથી ફૂલે લઈને ભકદેવકૃત વિમાનમાં પાછા આવી, શ્રીસંઘને ફૂલે આપ્યાં અને જિનાલયમાં ભારે અંગપૂજાપૂર્વક મહેત્સ થયા. સુંદર અંગરચના થઈ. શાસનની પ્રભાવના થઈ, ઉન્નતિ થઈ. આ જોઈને રાજા પણ પ્રતિબોધ પામીને શ્રાવક થયે. અમારિ પડહ! શ્રી વિજયહીસૂરીશ્વરજીના ઉપદેશથી અકબર
બાદશાહને હૃદય પલટે ! આપણે જોઈ ગયા કે પર્યુષણ પર્વમાં પાંચ કૃત્ય આવશ્યક કહ્યાં ૧. અમારિ ૫ડવુ, ૨, સાધર્મિક વાત્સલ્ય ૩. પરસ્પર લામણ ૪. અઠમ તપ અને પ. ચૈત્યપરિપાટી.
અમારિ પડહ અઠાઈ પર્વ આદિ પ્રસંગે શ્રી કુમારપાલ મહારાજાએ, સંપ્રતિ મહારાજાએ વગડાવ્યા છે. યાદ રાખજો કે ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા, કચ્છ વગેરેમાં જે ધર્મની છાયા છે, જે દયાની છાયા છે, જૈનેતરમાં પણ જે તે છાયા છે, માંસાહાર પરિવારજે દેખાય છે તે પ્રભાવ કુમારપાલ મહારાજાને છે. આગળ કહેવામાં આવ્યું હતું કે અમારિ પડહને અંગે શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ શું કર્યું? બાદશાહ પાસે કેવી રીત, કેટલા સમયનો અમારિ પડહ પળા? વગેરે વૃત્તાંત આગળ કહેવામાં આવશે. એમ જે કહ્યું હતું તે વૃત્તાંત હવે કહેવામાં આવે છે. - ગ્રંથકાર શ્રી વિજયલમીસૂરિ કહે છે કે વર્તમાનકાલે પણ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજે અકબર બાદશાહને પ્રતિબંધી, તેના આખા