________________
અમ્બલિકા વ્યાખ્યાન
૧૧૭
દેશમાં છ માસ સુધી અમારે પડહ કાયમી બનાવ્યું હતું, અર્થાત કાયમને માટે પ્રતિવર્ષ છ માસ અમારિ પળાવવાનાં ફરમાન મેળવ્યાં હતાં. ગ્રંથકાર કહે છે કે આ ચરિત્ર તો મેટું છે, પણ અમારિ તત્ત્વ પૂરતું અત્ર કહેવામાં આવે છે. સ્વપ્રધાને પાસે શ્રી હીરવિજયજીસૂરિજીની પ્રશંસા શ્રવણ કરી, દિલ્હીપતિ યવનશાહ, મેગલવંશને બાદશાહ તે મહાત્માનાં દર્શન કરવા ઉઘુક્ત થાય છે અને તરત પિતાને રૂક્કો મોકલી બાદશાહ નિમંત્રણ મોકલે છે. બહુમાનપૂર્વક બાદશાહ આમંત્રણ આપે છે. મેના, પાલખી બધું મહાત્માને આપવાને પિતાના અધિકારીઓને હુકમ કરે છે પણ આ ત્યાગીઓને એવું ક્યાં કલ્પ છે?
આચાર્યશ્રી ગંધારબંદરથી વિહાર કરતાં કરતાં દિલ્હીનગરે સંવત્ (વિકમાર્ક) ૧૬૩૯ ના જેઠ વદી ૧૩ તેરશે) આવી પહોંચે છે. બાદશાહે તેમને અપૂર્વ સત્કાર કર્યો. સૂરિજી શાહને મળ્યા. બાદશાહના મનોરથ ફળ્યા. સૂરિજીને, અને તેમના સાધુઓને સંયમ જેઈ બાદશાહ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો.
હવે અકબરની ઓળખ આપવામાં આવે છે. દુન્યવી ઓળખ તે જગતના ઈતિહાસે આપી છે કે તે મેગલવંશને મહાન બાદશાહ હતા. આ ગ્રંથકાર, તેની આત્મપરિણતિની ઓળખ એ જ દુન્યવી ઈતિહાસના આધારે આપે છે. એની હિંસકવૃત્તિ તથા પ્રવૃત્તિની આથી પીછાણુ થાય છે. આગ્રાથી અજમેર સુધી તેણે જે સડક કરી હતી ત્યાં એક એક ગાઉએ, એક એક માઈલે, એક એક મેટો મિનારે બનાવ્યું હતું અને તે તમામ મિનારા ઉપર હરણિયાનાં પિતે શિકાર કરેલાં શીંગડાં રાંગ્યાં હતાં દુનિયાને પિતાનું શિકારીપણું જણાવવા માટે આ દેખાવ હતે. આજનું જગત પણ પિતાને શિકારી મનાવવામાં બહાદુરી માને છે ને! વિચારો, હિંસાની કઈ હદ સુધીની પરિણતિમાં તે લીન હતો ! આચાર્યશ્રીએ તેના હૃદયને આખુંય પલટાવી નાંખ્યું. બાદશાહને દયાદ્રિ બુદ્ધિવાળે બનાવી દીધું. આચાર્યશ્રીએ એ ઉપદેશ આપે કે એ બાદશાહની દષ્ટિ જ બદલાઈ ગઈ બાદશાહ પાસે સૂરિજીએ શું માગ્યું ?
બાદશાહે સૂરિજીને કહ્યું : “મહાત્મા! મહારાજ!! દુનિયામાં તો એ નિયમ છે કે યાત્રિક પિતે ચાલી ચલાવીને ગંગા-જમુનાના