________________
અઠાઈ વ્યાખ્યાન એ જ મિક્ત. ટોપલે ઘર જેવા વખતે મિલ્કત પાસે હોય તે જ ખરેખરી સ્વાધીન મિલકત ગણાય. તેમ મનુષ્યજિંદગી મેળવી. તેમાં પાસે રહેવાવાળે વખત કર્યો? જે પરભવમાં આપણને જવાબ દે, સમયે સમીપમાં રહેવાવાળો વખત તેનું નામ પરભવ માટે સફળતા કરાવનારૂં જીવન. સામાયિક પૌષધ વિનાને વખત એ લુટારૂની લૂંટ જેવો છે.
તંગીયાનગરીના શ્રાવકે આયુષ્ય માપતા. આજ પાંચ સામાયિક કર્યા તે દસ ઘડી સફળ ગણે. જિન્દગીને અંતે ધર્મ કરેલા સમયને સરવાળે થાય, જેટલા વરસ–મહિના–દિવસ–ઘડીનો સરવાળે થયે, તેટલું જીવ્યે ગણે, બાકીનું જીવતર એળે ગયું ગણે.
એળે જાય તે સારું. ઘરેણું જાય ને ઉપર મેત પણ થાય. જંગલના ભીલે માર્યા પછી જ લે, સીધે સીધું ન લે. તેમ સામાયિક પૌષધ વગરને જન્મારો એળે શું નથી ગયે? ગમે છે તે પણ બીજું નુકશાન નહિ. જેમ લુંટારૂ લૂટે ને મારે છે, તેમ સામાયિક પૌષધ વગરને વખત તે લુંટારૂની લૂંટ.
લુંટારૂની લૂંટ કેવી રીતે? તે વિનાના સમયમાં કર્મ બંધાય, મનુષ્યભવ હારી જાય ને ઉલટાં પાપો બંધાય. એ તંગીયાનગરીના શ્રાવકના ધ્યાનમાં રહેતું હતું, તેથી સામાયિક પૌષધમાં રહેતા થકાં જે કાળ જાય તેટલું જ જીવતર સફળ ગણતા, બાકીને નિષ્ફળ નહીં, પણ સંસારનાં કડવાં ફળ વધારનાર ગણતા. એ તે સંસાર વધારનાર છે, આ બુદ્ધિ હતી, આથી સામાયિકાદિ શિક્ષાત્રત કરવામાં આવતા હતા.
બારે મહિનાની છએ અટૂઠાઈઓ આરાધવાવાળા થાય. પહેલા દિવસના વ્યાખ્યાનમાં સામાન્યથી પર્યુષણની અઠાઈનું સ્વરૂપ જણાવ્યું, હવે બીજામાં જે છએ અઠાઈઓ આરાધે તે વર્ષને સરવાળે કરતાં ન ચૂકવું. વર્ષમાં મારે શું શું કરવા લાયક કામે છે, તે દયાનમાં રાખી કયા કાર્યો થયાં ને કયાં ન થયાં, તેને સરવાળો કરે. તે માટે અગિયાર વાર્ષિક કૃત્ય બતાવ્યાં. અગિયારમાંથી કયાં થયાં ને ક્યાં બાકી રહ્યાં, તે તપાસી, બાકી રહ્યાં હોય તો તે કરી લેવાં. લેણદેણની મુદત ત્રણ વરસની હોય છે. તેમ અગિયાર કૃત્યેની મુદત એક વરસની. વારની ગણતરી અસલની નથી.
જેઓ બાર વ્રત ધારણ કરનારા અઠાઈપર્વ આરાધનારા છે