________________
0
મહિમા દર્શનઃ
ન કરવું અને બીજાની નિંદા કરે છે. આ કામાંધ સની દેવતા, બાયડી માટે બળી જવાવાળે તેવાએ જિનેશ્વરની મૂતિ કરાવી, તે સમ્યક્ત્વ આપનાર થાય છે. તે કબુલ કરી વિદ્યુમ્માલી દેવ ક્ષત્રિયકુંડમાં આવી, વીર પરમાત્માને દેખી હિમવાન પર્વત પર જઈ બાવનાચંદન લાવીને વિર ભગવાનની ઘરેણાંગાંઠાવાળી મૂર્તિ કેતરી અને મૂર્તિ માટે સુખડની એક પેટી કરી, કપિલ કેવળી પાસે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી ઉજયની નગરીમાં નવા બિંબની પ્રતિષ્ઠા પણ કપિલ કેવળીએ કરી છે.
મારવાડ–મેવાડને અનાર્ય કહેનારાઓ વિચારે ! શાસ્ત્રકાર કહે છે કે કેવળી શુદ્ધાં ત્યાં વિચરતા હતા, પેલા દેવે મૂર્તિને પેટમાં પધરાવી. એક વહાણવટીનું જેને ઘુમતા ઘુમતા દરિયામાં છ મહિના ગયા પણ ઠેકાણું પડતું નથી. દેવતાએ તેને દેખે, લે આ પેટી, તું પેટીના પ્રતાપે સહિસલામત પહોંચી જશે. વીતભય નગર જાને તુ આમ ઉદ્ઘાષણ કરજે, જાનમાલ બનેને બચાવ કરી તેના પર ઉપકાર કર્યો. દેવ કહે છે કે વીતભય નગરમાં જઈ આમ ઉદ્ઘોષણા કરવી કે “આ પરમાત્માની મૂર્તિ છે જેને લેવી હોય તે .” એ પ્રતિમાના પ્રભાવથી વીતભયે પહોંચ્ય, પ્રતિમા લઈ ગયે, ઉષણા કરી. બ્રાહ્મણ-તાપરાજા વગેરે ઘણું લેકે આવ્યા, પિોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી પેટી ઉઘાડે છે, પણ પેટી ઉઘડતી નથી. મધ્યાહ્ન સમયે રાણીએ રાજાને બોલાવવા દાસી મોકલી, ભેજન કરવા પધારો કહેવડાવ્યું, રાજાએ કહ્યું કે તને ખાવાપીવાનું સૂઝે છે, આનો નિકાલ ન થાય તે ખસવું વ્યાજબી નથી. પ્રભાવતી ત્યાં આવી પરિસ્થિતિ જાણે વિચાર્યુ-પરમાત્મા શબ્દ બીજાને લાગુ પડતું નથી. આવીને તે કહે છે કે દેવાધિદેવ કેવળ અરિહંત મહારાજ છે. બ્રહ્માદિ દેવાધિદેવ ન બની શકે. ચંદનાદિકના છાંટણાં દઈને તે બોલે છે. __ प्रतिहार्याष्टकोपेतः, प्रास्तरागादिदूषण ।
देयान्मे दर्शन देवाधिदेवोऽहं त्रिकालवित् ॥१॥
દેવાધિદેવ તરીકે સંબોધી જનાનાની બાઈઓ પણ આટલું ધરમમાં સમજે છે. તમારી બાઈઓ શીતળા સાતમ વગેરે મિથ્યાત્વી પ કરે. મિથ્યાત્વને ડર ન હોય ત્યાં ધર્મને સંસ્કાર કેવી રીતે થાય ?