________________
૧૦૮
પર્વ મહિમા દર્શન પર્યુષણની અઠાઈમાં આરાધનાનું વિધાન.
પર્યુષણ એ પર્વાધિરાજ છે. સર્વ પર્વમાં શિરોમણિ છે. એ પર્વ અંગેની અહાઈ પાંચ પ્રકારે આરાધવી જોઈએ.
(૧) સર્વત્ર અમારિ પડહે વગડાવે. (૨) સાધર્મિક વાત્સલ્ય કરવું. (૩) પરસ્પર ખામણાં કરવાં (૪) અઠમ તપ કરે અને (૫) -ચૈત્યપરિપાટી કરવી.
આ પાંચ પ્રકારે પર્યુષણ પર્વની અઈમાં આરાધના કરવાની છે. અમારિ પડહ
(૧) પહેલું આવશ્યક કૃત્ય-સર્વત્ર અમારિ પડહ વગડાવ. યાદ રાખે કે જૈનોમાં ધર્મ કેવલ દયા ઉપર જ નિર્ભર છે. છ કાયના જીવની દયા બને એટલી પોતે જ કરવી, એમ નહિ, બીજાઓ પાસે પણ કરાવવી. તેનું નામ અમારિ પડહ–અમારિ ઉદ્દઘોષણા. દયાના દુશમનને અમારિની ઉષણની વાત પણ ખટકશે પણ ખાસ ઉપાસકદશાંગમાં પણ - શ્રેણિ મહારાજાએ કેટલીય વાર અમારિની ઉઘોષણા કર્યાના ઉલ્લેખ છે. સાધમિક વાત્સલ્ય.
(૨) બીજું આવશ્યક કૃત્ય-સાધમિક વાત્સલ્ય. અમારિ પડહને અંગે આચાર્ય ભગવાન શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાની કથા અને તેમની પ્રવૃત્તિ આગળ જણાવવામાં આવશે. હવે સાધર્મિક વાત્સલ્ય કૃત્યને અંગે “મન” શબ્દને પ્રવેગ છે. સાધર્મિકની ભક્તિ માત્ર નહિ પણ પૂજન કરવાનું અત્ર લખે છે. બધા સાધર્મિકેનું પૂજન કરવું જોઈએ. - બધાનું ન બને તે કેટલાકનું પણ પૂજન આવશ્યક કાર્ય છે. આ કૃત્ય ઉપર ગ્રંથકારે કેટલે ભાર મૂકે એ લક્ષ્યમાં લે ! જરા વિચારે તે સહેજે સમજાય કે ધર્મ પામ્યા કેના પ્રતાપે ? સાધર્મિક સંસર્ગ ન હોય તો ધમ પમાય કયાંથી ? સધાય કયાંથી? સાધર્મિકની વતિમાં, સહવાસમાં રહેતા હે તે ધર્મનું, આચારવિચારનું ભાન થાય. સાધુમહાત્માઓ આવે, ત્યાં દર્શને જવાય, વ્યાખ્યાન વાણું. સંભળાય અને તેથી સહેજે ધર્મ પમાય, સધાય, સાધી શકાય. - સાધર્મિકની વસ્તિમાં ન રહેતા હે, અરે, જંગલમાં રહેતા હે, એકાકી