________________
૧૧૦
પર્વ મહિમા દર્શન तस्य अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा, तम्हा - ૩MMI ૨૪ ૩fમચર્થ છે જિમાંદુ મળે ?, વરમન ર સમgoi | (કgo નૃ૦ ૧) સામો ન ખમે, ન ખમાવે તોપણ ખમાવનાર પિતે તે આરાધક જ છે. જે એમ ન માનીએ તે સાધુનું સાધુપણું નડિ મનાય. જે સાધુ થાય છે, તેને અંગે સંસારીઓની મનોવૃત્તિ કેવી હોય છે તેથી શું તે સાધુને મોક્ષે અટકે છે? બીજાઓ ખમે કે ન ખમે, ખમાવે કે ન ખમાવે પણ મોક્ષે જનાર તે મોક્ષે જાય છે. કોઈ વખત ક્ષામણું ક્રિયાથી પોતાનું, તેમજ સામનું, ઉભયનું હિત થાય છે. તે ઉપર દષ્ટાંત – ચંદનબાલા મૃગાવતીનું દૃષ્ટાંત.
(To go ૨૪ મેદo ૨૦ ગુણo પૃર૭૧, ૦૭ થી ૨૮, पर्व १० स० ८ प्रलोक ३३१ थी ३४९) - એક વખત શ્રી મહાવીર દેવ કૌશાંબી નગરીમાં સમવસયો. આમ તે જ્યારે સૂર્યચંદ્ર વંદન કરવા આવે છે ત્યારે વિકુલા વિમાનમાં આવે, પણ આ જે પ્રસંગની વાત છે તે પ્રસંગે તેઓ વિકુલા વિમાનને ત્યાં રાખી મૂળ વિમાને વંદના કરવા આવ્યા. ચંદનાસાળી તે ડાહી છે, અનુભવી છે, જ્ઞાનના અનુભવથી સમયની જાણ છે. (ચંદના સાથ્વી તે મૃગાવતી સાધીનાં ગુરુજી) તેથી તેઓ તે જવાને સમય જાણીને ઉપાશ્રયે ગયાં. મૃગાવતી પણ આવશે; એમ તે સહેજે ધરાય ને ! મૂળવિમાનના પ્રકાશના સંભ્રમે મૃગાવતીને સમયને ખ્યાલ ન રહ્યો. જ્યારે સૂર્યચંદ્ર ગયા, ત્યારે એકદમ અંધકાર વ્યાપી ગયે, તે જોઈ મૃગાવતી ભય પામી અને દેડદડ ઉપાશ્રયે આવી, ઈરિયાવદ્ધિ કરી, પિતાની ગુરુને કહ્યું: “મારો અપરાધ ક્ષમા કરે.” તે વખતે સામાન્ય કહેવાય તે રીતિએ ચંદના સાધ્વીએ કહ્યું “હે ભદ્ર ! તું તે કુલીન છે. વખતનું ભાન રાખવું જોઈએ વગેરે.” મૃગાવતીએ પણ કહ્યું: “ગુરુજી ફરીથી હું એવી ભૂલ નહિ કરું, મને ક્ષમા કરે !” એટલામાં ચંદના સાથ્વીને નિદ્રા આવી ગઈ. મૃગાવતી આવ્યા ત્યારે જ તેઓએ નિદ્રા લેવાને શયન તે કર્યું જ હતું. હવે ચંદના ગુણીજી નિદ્રાધીન થયા એટલે મૃગાવતીએ માન્યું કે “ગુરુણજી અપરાધની ક્ષમા આપે નહિ ત્યાં સુધી કેમ ચાલે ?” એટલે તેણીએ તે વારંવાર ખમાવ્યા જ કર્યું.