________________
અષ્ટફ્રિકા વ્યાખ્યાન આલોયણ કેવી રીતે લઉં? મારું મન આમ વિષયસુખમાં ગયું હતું તે શી રીતે જણાવવું ? સતીપણાની વિચારણા ચાલે છે, લજજા થઈ છે, એ ધ્યાને અંગે શલ્ય રહેશે તે શુદ્ધિ નહીં થાય. જરૂર આલોચના તે લેવી, લેવા જતાં ઓચિંતે કાંટો વાગે. અપશુકનથી.
ભ પામી, પડવામાં શુકન આગળ ન કરવા, આલેચના લેવી છે. અને લાજ રાખવી છે. છાશ લેવી છે ને દોણી સંતાડવી છે તે કેમ બને?
લમણા આર્યાએ પૂછયું કે “આવું ખરાબ ચિંતવન કરે તેને. પ્રાયશ્ચિત્ત શું ?” આવું બીજાના ન્હાને પ્રભુને પૂછ્યું. ૫૦ વરસ સુધી તીવ્ર તપશ્ચર્યા કરી ! બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ કરે અને પારણે નવી કરે, તેમ દસ વરસ લાગલગાટ તપસ્યા કરી. એકાંતરે ઉપવાસ બે વરસ, આયંબિલ, એકાસણું, નવી બે વરસ, લાગલગાટ મા ખમણ ૧૬ વર્ષ લગી. એકલાં આયંબિલ ૨૦ વર્ષ સુધી કર્યા. એમ લમણુએ ૫૦ વર્ષ સુધી ઘોર તપ કર્યું. દુષ્કર તપસ્યા કરી છતાં શુદ્ધિ ન થઈ, ઉલટી આર્તધ્યાનમાં મરી ગુલામ વગેરેના અસંખ્યાત ભામાં તીવ્રદુઃખ વેઠયાં. આવતી વીશીમાં પ્રથમ તીર્થકર પદ્મનાથ પ્રભુના સમયમાં તે મેશે જશે.
ससल्लो जइवि कटुग्गं, घोर वीर तवं चरे । दिव्यं वाससहस्स तु, तओ त तस्स निष्फलं ॥ १ ॥ શલ્યવાળે મનુષ્ય ઉગ્ર ઘોર એવી મહા તપસ્યા દેવતાઈ હજાર વરસ સુધી કરે તો પણ તે નિષ્ફળ જાય છે. સંવછરી–આદિના પ્રતિકમણમાં આવતા કાઉસ્સગથી થતો લાભ.
સંવછરી પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાઉસગ્ગ કરવું જોઈએ. દરેક લોગસ્સમાં ૨૫ શ્વાસે શ્વાસ આવે. અને એક નવકારના ૮ શ્વાસોશ્વાસ, “Tયામાં ૩ની પાદ એટલા શ્વાસે શ્વાસ થાય. તેમાં ૪૦ લેગસ્સ ઉપર એક નવકાર અધિક. ચૌમાસી પડિકમણમાં ૫૦૦, ૫ખીમાં ૩૦૦ શ્વાસોશ્વાસને કાઉ૦ થાય. એક શ્વાસશ્વાસ ભગવાનના ધ્યાનમાં જાય તો દેવતાનું આયુષ્ય કેટલું બંધાય?" ૨૪૫૪૦૮ પલ્યોપમથી કંઈક અધિક પ્રમાણે એક શ્વાસોશ્વાસમાં દેવ તાનું આયુષ્ય બંધાય, ૨૪૫૪૦૮-પલ્યોપમ, કંઈક ઓછા નવના ચાર