________________
- પર્વ મહિમા દર્શન અભિમાનમાં ન આવતાં શાસનની ઉન્નતિમાં આવવું જોઈએ. (૧૦).
તિgમાવUTI’ તીર્થ પ્રભાવનાનું ધ્યેય રાખે. શાસનની ઉન્નતિ દેખીને જેઓ ધર્મ ન સમજતા હોય તેવાએ પણ ધર્મ પામનારા થાય; આ ધર્મ સારે છે. આટલું માત્ર અન્યના મનમાં આવે તે ભવાંતરે ધર્મ પ્રાપ્ત કરનાર થાય. શાસનોન્નત્તિની અનુમદનાદ્વારા એ ગુણાનુરાગી જીવને ધર્મ પ્રાપ્ત કરાવે છે. ધર્મની પ્રશંસા દ્વારા ભવાંતરમાં ધર્મ પ્રાપ્ત કરવાના રસ્તા બતાવી દે છે.
(૧૧) નેહી’ આટલાં કૃત્ય કર્યા છતાં આત્મા શુદ્ધ કરે જોઈએ. ખેડૂતે જમીન સાફ કરી હોય તે પછી જ્યારે વરસાદ સારે વરસે ત્યારે તેનું સારૂં જમીનનું ફળ છે. આત્મા એ જમીન-ધર્મ વાવવાની જગ્યા, તે ધર્મ વાવવાની ભૂમિ સ્વચ્છ કયારે રહે ? ખેડૂતે નકામું ખડ, ઝાંખરા, ઘાસ પ્રથમથી જ ઉખેડી નાખે, નહીંતર સારી ખેતીને પાણી ન મળે, અને ખડ પાણી પી જાય, તેમ ધર્મારાધન કરનારે પિતાના પરિણામમાં અગ્ય પદાર્થો રહેલા હોય તે પ્રથમ ખસેડવા જોઈએ; આ ખસેડવાનું કૃત્ય તે પાયશ્ચિત્ત-આલોયણશુદ્ધિ કહેવાય છે. અગીઆરે કૃત્યનું વિવેચન –
દરેક વર્ષે એકેકવાર–એક જ વખત, એવું બોલનારે ધ્યાન રાખવું કે અહીં જઘન્યથી એક વાર, ઓછામાં ઓછી એક વાર ચતુર્વિધ શ્રી સંઘની પૂજા કહી છે. હવે અહીં ગુણવાન પુરૂષો છે, તેનું પૂજન અને પૂજનની રીતિ બતાવે છે. સાધુસાધ્વીનું પૂજન; નિર્દોષ આહાર-પુસ્તક-કંબલ વગેરે તથા ઔષધ વગેરે આપવું, અને શ્રાવક અને શ્રાવિકાઓનું શક્તિ પ્રમાણે પૂજન કરવું જોઈએ.
દુનિયાદારીમાં “લાલા લાખ તે સવા લાખ” “લીટી ભેળે લહરકો” અને ધર્મની વાતમાં “શક્તિ નથી” એમ બેલાય છે, ધર્મની વાત છે, ત્યાં શક્તિ ઊડી ગઈ! આજકાલનાઓને ધર્મના સ્થાનકે શક્તિ રહિત ભાસે, અને દુનિયાનાં કાર્યોમાં શક્તિ આવી જાય છે. શક્તિને ઓળંગ્યા સિવાય ભક્તિ કરવી, અંતકરણના ઉલ્લાસપૂર્વક સાધર્મિક ભાઈબહેનની પહેરામણી કરવી.
શ્રાવકસંઘના દરેક શ્રાવકને માથાથી પગ સુધીના તમામ પહેરવેશ