________________
- પર્વ મહિમા દર્શન જાણે ચાલતે મેરુપર્વત હોય તે ઊંચે, મોટા દંડવાળ ધ્વજ તેમજ ચામરની શ્રેણીથી શોભતો દેદીપ્યાન રથ નીકળે છે પાનાથપ્રભુની પ્રતિમાજીને પ્રક્ષાલ વિલેપન કરી મહાજન મહાઠાઠથી પ્રભુને રથમાં સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દોથી આકાશ ભરી દીધું છે. જુવાન સ્ત્રીઓ નાચી રહી છે. પ્રધાનમંત્રી જોડે છે. સેનાનો રથ રાજાના મહેલ તરફ જાય છે. મહારાજા કુમારપાળ પણ પ્રતિમાને ચીન દેશના વસ્ત્ર અને સોનાનાં ઘરેણથી પિતે પૂજન કરે છે. અને અનેક પ્રકારનાં નાટક કરે છે. આવી રીતે રાત્રિ પૂરી કરી રાજાના દરબારનું સિંહદ્વાર છે, ત્યાં આગળ સમિયાણામાં રથસ્થાપન કરે છે, ત્યાં પ્રભાતે કુમારપાળ રાજા ચતુર્વિધ સંઘ સમક્ષ પિતે આરતી ઉતારે છે. પછી આખા નગરમાં રથ ફરે છે, હાથીઓ રથે જોડેલા છે. સ્થાને સ્થાને સમિયાણા ખડા કરેલા છે, દરેક પળવાળા એ છત્ર મહોત્સવ કરે છે. | તીર્થયાત્રામાં શત્રુ જ્ય, ગિરનારજી વગેરે તીર્થો, તીર્થકરના જન્મ, દીક્ષા, કેવલ મેક્ષ, વિહાર થયા હોય તે ભૂમિ પણ તીર્થ છે, ઘણું ભવ્યજીને દર્શનશુદ્ધિ સાથે શુભ ભાવ કરાવનારી એ ભૂમઓ છે. તેથી સંસાર સમુદ્રથી તારનાર છે માટે તીર્થ કહેવાય છે, તે પવિત્ર ભૂમિની સમ્યકત્વાદિની શુદ્ધિ માટે યાત્રા કરવી.
આ. શ્રી સિદ્ધસેનસૂરેએ પ્રતિબોધ કરેલા વિક્રમરાજાના શત્રુંજય સંઘમાં સેનાનાં ૧૬૯ ચિત્ય, ૫૦૦ હાથીદાંતનાં, તથા ચંદનનાં મંદિરે હતાં તથા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી વગેરે પ૦૦૦ પાંચ હજાર તે આચાર્યો હતા. ચૌદ મુગટબદ્ધ રાજા, સીત્તેર લાખ શ્રાવકનાં કુટુંબ, એક કડ, દશ લાખ, નવ હજાર ગાડાં, અઢાર લાખ ઘેડા, ૭૬૦૦ હાથી, એમ ઊંટ ને પિડીયા પણ જાણવા. (૪) સ્નાત્ર મહોત્સવ
અવશ્ય કરવા ગ્ય વાર્ષિક કૃત્યમાં સ્નાત્રમોત્સવ એથું કૃત્ય છે. વાર્ષિક કૃત્યને અર્થ વર્ષમાં એક વાર નહિ લેતાં જણાવવામાં આવેલ અગીઆરે કૃત્યે સમસ્ત વર્ષો દરમ્યાન કરવા યોગ્ય છે, પરંતુ શકિતના અભાવે વર્ષમાં એક વાર તે કરવાં જ જોઈએ, દેરાસરમાં મેટે સ્નાત્ર મહેત્સવ કાયમ કરવો જોઈએ, પ્રતિવર્ષે જઘન્યથી એકવાર જરૂર કર જોઈએ. સાધુ પેથડશાહે છપ્પન ઘડી સુવર્ણની બેલી બેલીને ઈન્દ્રમાળા પહેરી હતી.