________________
અષ્ટાહિકા વ્યાખ્યાન
૭૯ જોઈએ, ઔપપાતિકસૂત્રમાં (સૂત્ર ૩૦ થી ૩૩ માં) પ્રવેશ મહોત્સવ અંગે કેણિક રાજાનો અધિકાર આવે છે. પ્રદેશ રાજાએ, ઉદાયનરાજાએ, દશાર્ણભદ્ર રાજાએ પણ શ્રી વીંર પરમાત્માને પ્રવેશમહોત્સવ અપૂર્વ આડમ્બરપૂર્વક કરાવ્યું છે, પ્રદેશ રાજાએ કેશીગણધરને પ્રવેશમહોત્સવ કરાવ્યો હતે.
દશાર્ણભદ્ર રાજાએ “કેઈએ વંદન ન કર્યું હોય તેવું વંદન કરૂં” એવી ભાવના કરી, આખા નગરમ દાંડી પીટાવી, આખા નગરને શણગારવામાં જરાયે કમીના રાખી નહીં. સવારે હાથી પર બેસી મોટા આડમ્બરથી ભગવાનને વંદન કરવા જાય છે. અને વિચારે છે કે, “આજે મારે જન્મ સફળ ! આજે ડારી ત્રાદ્ધિ-સિદ્ધિ કર્મક્ષય માટે વપરાણી.”
વરરાજા જાય ત્યાંસુધી કર્મબન્ધનની વાત થાય અને કમ બાંધતે જાય, જ્યારે ભગવાનને વંદન કરવા જાય, ત્યાં કર્મબન્ધનેને તેડને તેડતા જાય. સાધુમહાત્માનો વરઘોડો–સામૈયું હેય તેમાં આટલી બધી ભકિત શાની? સાધુ મહાત્માએ કેવળ ત્યાગી છે. ભાવિક મમ્હાત્માઓનાં દર્શન કરે; અહાહા ! ધન્ય છે ! આ બધામાં કાર્ય શું થાય? કર્મબન્ધનેને તોડવાનું અને પુન્યાનુબંધી પુન્યનું કર્મ થાય છે.
સૌધર્મ ઈન્દ્રને દશાર્ણભદ્ર રાજાની ભક્તિ જોઈ વિચાર થયો કે, “ભકિત તે આની શ્રેષ્ઠ છે, પણ સાથે ભકિતનું અભિમાન થાય છે, આ ઠીક નથી. સૌધર્મ ઇન્દ્ર અદ્ધિ વિકુવ, તે જોઈ દશ ર્ણભદ્રને થયું કે “હું ક્યાં અને આ ક્યાં? આની ઋદ્ધિ કયાં અને મારી ત્રાદ્ધિ કયાં ?” અભિમાન ઉતરી ગયું. “આ ત્રણે લેકના નાથને મસ્તક ઝુકાવનારા મારા કરતાં કંઈક અધિક ભક્તો પડયા છે.” ભાવના લૂખી ન હતી પણ હૈયાની ભાવના હતી, દશાર્ણભદ્ર રાજમુગટ ઉતાર્યો અને દીક્ષા લીધી. અધિક અદ્ધિ બતાવનાર સૌધર્મ ઈન્ડે વિચાર કર્યો, “ઋદ્ધિથી તે હરાવ્યું પણ મારાથી આ થાય તેવું નથી, માટે હું હાર્યો. આથી દશાર્ણભદ્રમુનીશ્વરને ઈદ્રમહારાજા કહેવા લાગ્યા કે “હવે હું હાર્યો ને તમે જીત્યા. હું તે પુદ્ગલને સંગીને તમે તે આત્માના રંગી!” આવા પ્રવેશમહોત્સવે શાસનની ઉન્નતિ કરનારા છે. અનેક આત્માઓ તેની અનુમોદના કરવાથી બધી બીજને પમાડનારા હેવાથી તીર્થંકર પદની પ્રાપ્તિના ફળને આપનારા બને છે... .