________________
અષ્ટાહિકા વ્યાખ્યાન
૭૧. પાઘડી, અંગરખું, ધેતિયું, બધું આપે, તેમ શ્રાવિકાને પણ પહેરાવે. તે પહેરામણ પિતાને ઘેર આમંત્રણ કરી કરે તેનું નામ સંઘપૂજા
તે સંઘપ્રજા ત્રણ પ્રકારે છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. સંઘપૂજા. આ ત્રણે પ્રકારની પૂજા સર્વ આદરથી કરવી.
સૂરતમાં માંડવામુહૂર્ત આવે છે, ત્યારે તે જેટલા આવે છે તેટલાને બેસવાને ખુરશી આપે છે, બધા સ્વજનોને બેલાવી ખુરશી પર બેસાડી પહેરામણી આપે છે. તેમ તમે સાધર્મિક ભાઈને આદરપૂર્વક બેલા સંઘના જમણમાં ગેર નેતાં દેવા જાય છે, ઘરના લગ્નમાં ઘરનાં બૈશંએ જાતે નીકળી નેતરાં આપે છે, તેમ સદરથી નેતરાં આપો. “મહેરબાની કરી પધારો.” તે આવે ત્યારે દરેકને બેસવાના જુદાં આસન આપી મુરબ્બી તરીકે બેસાડે. વિસર્જનમાં પણ આદર સ બોલાવી સંઘને પહેરામણ આપે. તે ઉત્કૃષ્ટિ સંઘપૂજા સુતરની કેકડી છેવટે આપે તો તે જઘન્ય પૂજા થઈ અને બાકીની બધી મધ્યમપૂજા ગણાય.
જગતમાં અંતરાયકર્મ સર્વના સરખા રેલાં નથી હોતાં અહીં દ્વાર બંધ નથી, તે માટે રસ્તો બતાવે છે. જે ઘણું ખરચ ન કરી શકે, અધિક ન ખરચી શકે તેએ ગુરુમડારાજને મુડપત્તિ પણ વહેરાવે, અને શ્રાવક શ્રાવિકાને બેચાર સોપારી આપીને પણ પ્રતિવર્ષ ભક્તિથી સંઘપૂજાનું કાર્ય સાચવે.
લૂ રટલે ખાતી વખતે જે આપનાની ટેવ પડી હશે, તે દૂધપાક ખાતી વખતે તે ટેવ આવશે, આપવાની ટેવ પડી હોય તે દૂધપાકનાં કડાયાં આપશે.
ટેવ નથી પડી તેને શક્તિ હશે છતાં પણ તેનું આપવા તરફ લ નડિ જાય. તેમાં નિધન હોય એણે આપેલું–દીધેલું સામાન્ય દાન માફળ આપનારું થાય છે. કેટલીક વખત ગેળ નાખેલે લોટ ગળે લાગે છે. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. લાટની ઢેફી પણ ગળી લાગે છે. તેમ પુણિઓ શ્રાવક થોડું દાન દેતે હતું, છતાં શાસ્ત્રકારે તેનું દાન વખાયું છે.
संपत्तौ नियमः शकौ सहनं, यौवने व्रतं । दारिद्रये दानमप्यल्पं, महालाभाय जायते ॥१॥