________________
અષ્ટાહિકા વ્યાખ્યાન નિકળ્યા. તે વખતે એક દિવસમાં બત્રીસ ગાઉ દૂર પડાવ કર્યો. બાદશાહે સાથે આવનારની નામાવલી મંગાવીને તપાસી, તેમાં વાચક શાંતિચંદ્રજીનું નામ સાંભળી વિચાર્યું, “જુલમ થયે. વાહન જેડા વગરના એમને તે મોટી અડચણ થઈ હશે. તેમને બેલાવવા માટે ખુદ પિતાના સેવકને જ મોકલ્યા. “તમેને બાદશાહ યાદ કરે છે. માટે પધારે.” તે વખતે શાંતિચંદ્રજીને પગે સોજા આવેલા છે, કાચલીમાં ફાસુક પાણીથી લુગડાને છેડો ભીજાવી છાતી પર મૂકેલ છે, બે શિષ્ય વૈશ્યાવચ્ચ કરી રહ્યા છે, આ દશા જોઈ સેવકો પાછા ગયા. રાજાને જણાવ્યું. બાદશાહે પાલખી મોકલી ત્યારે ઉપાધ્યાયજીએ એક લાકડાની વળી મંગાવીને તે ઉપર બેઠા, બે ચેલા પાલખી ખભા ઉપર લઈ ચાલ્યા, શાહે તેને આમ આવતાં જોઈ વિચાર્યું :
અહો! ગુરુવચનના કેવા ભક્ત છે! ધન્ય છે! ભાગ્યશાલી છે. મારી પાસેથી એમને શું મળવાનું છે? અહે ક્ષમાશાલી ! સામે બાદશાહ પિતે આવ્યા. ચરણકમલને આંખથી ફરસ્યા અને કહ્યું કે હે સ્વામી ! આજથી મારા માટે તમારે લાંબું પ્રયાણ ન કરવું, ધીમે ધીમે પાછળ જરૂર પધારો.”
બાદશાહે રાજધાનને ઘેરો ઘાલ્યાને બાર વરસ થયા પણ કિલ્લો હાથ આવતું નથી. પ્લે બાદશાહને કહે છે, મુસલમાનોને દયા ખટકે છે. તેઓએ વરાળ કાઢીઃ “તમે લુચ્ચા કાફરની સબત કરો છો તેથી કિલ્લે તાબે થવાનું નથી.” તે વાત બાદશાહે ઉપાધ્યાયજીને કહી. શાંતિચંદ્રજીએ કહ્યું કે “જે દિવસે કિલ્લે લેવા ઈચ્છા થાય તે દિવસે કહેજે, એક પણ સિપાઈ જોડે ન જોઈએ. આપણે બેએ જ માત્ર જવું. શત્રના મલકમાં બાર વરસના ઘેરામાં એકલા રાજાને જવું,
ભરેસે ? શાન્તિચંદ્રજીના કહેવાથી નગરની અંદર કે બહાર કેઈએ કેઈને મારે નહીં, હિંસાને ટ્વેિધ કર્યો. પ્રભાતે બને કિલ્લા પાસે આવ્યા, બધા કહેવા લાગ્યા કે લુચ્ચે શાંતિચંદ્ર શત્રુના હાથમાં અકબરને આપી દેશે આવી. ટીકા કરી રહ્યા છે. વાચક શાન્તિચન્દ્રજીએ એક ફૂંકથી આખી ખાઈ પૂરી દીધી, બીજી ફેંકે શત્રુનું સૈન્ય તંભિત કર્યું. ત્રીજી ફેંકે નગરના દરવાજા ઉઘાડી અકબરે આશ્ચર્યપૂર્વક પિતાની આણ પ્રર્વતાવી,