________________
અષ્ટાહુનિકા વ્યાખ્યાન-૨ જામનગર પ્ર. ભાદ્રપદ. વ. ૧૪ એમ. તિીય દિવસ છે संघार्चादिसुकृत्यानि प्रतिवर्ष विवेकिना । यथाविधि विधेयानि एकादशमितानि वै ॥ १॥
શાસ્ત્રકારે મહારાજા શ્રી વિજય લક્ષ્મી સૂરીશ્વરજી મહારાજે ભવ્યપ્રાણીઓના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં થકાં પ્રથમ બારવ્રતનું સ્વરૂપ જણાવ્યું. તેમાં ચારે શિક્ષાત્રત ધારણ કરનારાઓએ આ પર્વની આરાધના બરાબર કરવી જોઈએ તે જણાવ્યું. વાર્ષિક પર્વ માટે હિતશિક્ષા
જેમ છ અઠ્ઠાઈ આરાધનીય જણાવી છે, તેમ પ પણ આરાધવા જોઈએ. પર્વોમાં કયાં કાર્યો કરવાં કે જેથી આરાધના થઈ ગણાય ? પર્વ છે, પર્વ છે એ જાપ કરવાથી પર્વની આરાધના થતી નથી. તે માટે અમુક ધર્મકાર્યો કરવાનાં છે. જેઓ છ અઠ્ઠાઈના પર્વે આરાધે છે તે આરાધન કરનારાઓએ જેમ એળીનું અને પર્યુષણનું કાર્ય કરી બતાવ્યું, તેમ વાર્ષિક પર્વનાં કાર્યો પણ ધર્મોએ કરવાં જોઈએ. સંવત્સરી પર્વ એટલે વાર્ષિક પર્વ. તે દિવસે પડિઝકમણું કરી આવ્યા તેથી વાર્ષિક કાર્ય પુરૂં થયું છે એમ ન જાણવું. પાઘડી ને બેતાણ-પાલવમાં ફરક કેટલે ? આગળ પાછળ પલ્લે હોય તો પાઘડી, ને બતાવ્યું ન હોય તો? બેતાણ પર એકલે છૂટો પલ્લે ન નંખાય. પાઘડી સાથે જોડાએલે પલ્લે શોભે, તાણ વગર એકલે પલ્લે ન શોભે, જેડે પાઘડીનું બેતાણું જોઈએ. પણ સંવછરી પડિકામણું કરવા સાથે બીજાં કાર્યો પણ કરવાં જોઈએ. કાર્યો કેટલાં ને કયાં કયા તે તે જણાવો! સંઘપૂજા વગેરે અગિયાર કૃત્યે કયારે કરવાં? જીવન એ કાર્ય નથી, જીવન અને કાર્ય જુદાં જુદાં છે. આ વિષય શ્રાદ્ધવિધિમાં છે. તીર્થોદ્વાર અને તીર્થયાત્રાદિ જણાવ્યા તે જુદા છે. દરેક વર્ષે કરવાનાં કાર્યો, એ આપણી પાસે ખાતાં છે. તે ખાતાઓમાં ક્રિયા રૂપી રકમ પડી કે નહિ? દરેક વર્ષે સંઘપૂજા વગેરે શુભ કાર્યો કરવાં જોઈએ. યથાવિધિ ધમકા એ તે ભવરગી માટે રસાયણ છે
સજજને સજજનતા બતાવે, સાધુઓ સાધુતા બતાવે. સૂર્ય