________________
અષ્ટાલિકા વ્યાખ્યાન દેવની પૂજામાં દેવને રાગ ઉત્પન્ન ન થાય, કારણકે તેમાં વીતરાગપણું છે. રાગ વિનાના હોવાથી તેમને કર્મબંધ નહિ થવાનો. ગુરુને સરાગપાનું હોવાથી કમબંધ થાય. સમવસરણમાં એક જન સુધી નકામા કાંકરા, ઘાસ કે લાકડું હોય તે બધું વાયરાથી ઘસડાઈ દર જાય, સમવસરણ માટે કહે વાયુની વિરાધનામાં શી બાકી રહી ? એવો વાયરો વાય છે, કે ઘાસ, કાંકરે ટકે નહીં, એવી જ રીતે એક જોજનના ભાગમાં વરસાદ પડે છે. અપૂકાયના એક બિન્દુમાં અસંખ્યાત છવ છે, તો આખા જોજનમાં કેટલા જીવ હોય? કેવળ તીર્થકરે માટે કરેલું સમવસરણ છે, તેમાં તીર્થકરે કેમ બેસે ? દેવતાની એ કરણી છે. તીર્થકર તેમાં બેસે શું કરવા? વિરાધનાથી તૈયાર થએલા સમવસરણમાં બેસે, આ તેમની રીતિ ગણાય? દેવતાએ જે કર્યું તે પર બેસવાથી સહી થઈ ગઈ, નહિતર તીર્થકરે બેસવું ન હતું ? તીર્થકર વીતરાગ હોવાથી તેમને નિમિત્તે થએલી સ્વરૂપહિંસા હોય તો તેમને કર્મબંધંન નડિ. ગુરુ માટે મકાન કર્યું હોય તે ગુથી ન રહેવાય, કારણ કે તેઓ સરગી છે. (૨) શ્રાવક શ્રાવિકાની ભક્તિ.
શ્રાવક શ્રાવિકા સંઘ તરીકે પૂજ્ય છે, છતાં દેવગુરુ માફક શ્રાવક શ્રાવિકાની પૂજા ન થાય, કારણ કે તેમાં ફરક છે. જગતમાં રિવાજને અંગે કેટલીક વખત કાર્યો થાય છે, અંદર ઉલ્લાસ થત નથી. શ્રીમંતે કેટલીકવાર જમણુ કરી દે છે, બાકી ભક્તિ નહિ. તેવું સંઘપૂજાના કાર્યમાં ન થાય, આ માટે સાધર્મિક વાત્સલ્ય-ભક્તિ કહી છે. તમારે ધર્મની પ્રાપ્તિ હજુ કરવી છે આ માટે એક જ રસ્તો છે. ધર્મીઓની ભક્તિ-રાગ-બહુમાન અને હિતબુદ્ધિ-આ તમને ધર્મ પમાડનાર છે. દેવગુરુને માને તે પણ ધર્મને અંગે માનો છે. આપણે મેક્ષમાર્ગના મુસાફર છીએ. સંઘ નીકળે-ત્યારથી આખાય માર્ગમાં સંઘ તરીકે ગણાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ થયે, ત્યારથી મોક્ષનો યાત્રિક થયો છે. દેવ મેલે પહોંચી ગયા. ગુરુ વચમાં છે, દેશવિરતિ શ્રાવક મેક્ષ તરફ પ્રયાણ કરે, સમ્યક્ત્વીઓ પ્રયાણની ઈચછાવાળા છે, માટે સાધર્મિકની ભક્તિ કહી છે. સાધર્મિક ભક્તિ કરવાથી ભવિષ્યના ગુણે પ્રાપ્ત કરવાને રસ્તે નકકી થયે છે.