________________
પર્વ મહિના દર્શન છતાં તે કાર્તિક મહિને અને ફાલ્લુ મહિને “ચોમાસાં બેઠાં એમ બોલવાનો વ્યવહાર કરતા નથી, પણ આષાઢ મહિનાની ચોમાસાની વખતે વરસાદની શરૂઆત થાય ત્યારે જ સર્વ આર્યલેક અને સામાન્ય જૈનજનતા “માસું બેડું” એમ વ્યવહાર કરે છે.
જો કે ચોમાસા શબ્દના અર્થથી વિચારીએ તો ચાર માસના સમૂડને માસી કહેવાય અને તેથી કાર્તિક અને ફાળુનને પણ ચોમાસું બેઠું” એમ કહેવામાં ચોમાસી શબ્દના અર્થની કઈ પ્રકારે સ્કૂલના થતી નથી. છતાં આષાઢ મહિને “ચોમાસું બેઠું,” એમ જે વ્યવહાર પ્રર્વતેલે છે, તે ચોમાસી શબ્દના અર્થની અપેક્ષાઓ નથી, પણ ત્રણ માસામાં આષાઢ ચોમાસું જ દુનિયાદારી અને ધાર્મિક દ્રષ્ટિએ તસ્વરૂપ હોઈ અવાઢ માસમાં જ ચેમાસાનો વ્યવહાર કરવામાં આવે છે. કોઈ પણ જિજ્ઞાસુ કઈ પણ મનિમહારાજ વગેરેને પ્રશ્ન કરે છે ત્યારે પણ એમ જ કહે છે કે
આપ ચોમાસું ક્યાં કરવાનાં છે ? અથવા ગયે વર્ષે કયાં ચોમાસું કર્યું હતું ?” અને વિનંતિ કરવા તરીકે પણ જ્યારે “અમારે ત્યાં ચોમાસું પધારે, એમ કહે છે ત્યારે તે સર્વમાં અષાઢી ચોમાસીનું જ લક્ષ્ય હેય છે, અને ઉત્તર દેનાર મુનિ મહારાજ પણ તે અષાઢના ચોમાસાના વર્ષથી જ તેના ઉત્તર અને વિનંતિને સ્વીકાર કરે છે.
આ બધી વસ્તુને વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે આવા અષાઢના ચોમાસાને જ “માસી” કહેવાના વ્યવહારમાં તે અષાઢ
માસીના તાત્વિકપણાની લૌકિક અને લેકેત્તર દષ્ટિએ છાયા છે. તેમાં લૌકિક દષ્ટિએ કાર્તિકી અને ફાગુની ચેમાસાની અંદર જીવનનાં સાધન અને અન્નપાણીની જરૂરિયાત પૂરી પાડનાર જે કોઈ પણ ચોમાસું હોય તે તે અષાઢ માસું જ છે.
આ વાતને સમજવા માટે પાદશાહે બીરબલને સત્તાવીસમાંથી નવ જાય તે કેટલા રહે ? એવા પૂછેલા ઉત્તરમાં બીરબલે કાંઈ પણ ન રહે એમ કહ્યું હતું અર્થાત્ બારે મહિનાના સત્તાવીસ નક્ષત્રમાં નવ નક્ષત્ર વરસાદ પડવાના ગણાય છે, અને તે નવ નક્ષત્રમાં જે વરસાદ ન આવે તે અઢાર નક્ષત્રો બાકીનાં રહ્યાં, છતાં પણ કોઈ પણ ન રહ્યું એમ સ્પષ્ટ કર્યું. તેવી રીતે અષાઢ માસમાં જે અન્ન અને જલન