________________
૫૪
- પર્વ મહિમા દર્શન ચૈત્યને ચતુર્વિધ સંઘ સાથે આડંબરપૂર્વક જારવાં. પહેલાં અમારિ પડહાનું વર્ણન આગળ પૂ. આ૦ હીરસૂરિજીમના વર્ણનમાં વિસ્તારથી કહેવાશે. સાધમિક વાત્સલ્ય
સાધર્મિક વાત્સલ્યમાં–તમામ સાધર્મિકનું અગર શક્તિ ન હોય તે કેટલાકનું પણ વાત્સલ્ય કરવું જોઈએ. બધા ભવમાં છોકરાં હૈયાં મળ્યાં છે, એનું મળવું તેમાં નવાઈની વાત નથી. નવાઈ તે ધમી. ભાઈ મળવા એમાં છે. આપણે ધર્મ પામ્યા, એ ધર્મ પામે, તે ધમભાઈ તરીકે મળવાના તે ઘણું મુશ્કેલ છે.
'सवैः सवैर्मिथः सर्वे सम्बन्धा लब्धपूर्विणः।
साधर्मि कादिसम्बन्धःलब्धारस्तु मिताः क्वचित् ॥ સૂત્રકાર કહે છે કે કઈ પણ જીવની અપેક્ષાએ માતા પિતા, શત્રુ, મિત્ર, તરીકે સંબંધ અનંતી વખતે થયે છે, અનંત વખત આઘા મુહપત્તિ કર્યા? એવું બોલનારા માટે કહેવું કે તારી બાયડી મા કેટલી વખત થઈ છે? વધારે વખત બેમાં કયું બન્યું છે? મા વધારે વખત બની છે કે એઘા મુહપત્તિ વધારે બન્યા છે? જેણે અનંતી વખતે બીજા સંસર્ગમાં આ સંસારમાં રખડાવ્યા તેને તું ગણે છે અને જેણે અનંતી વખત દેવકનાં સુખ દેવડાવ્યાં. તેની તું ગણતરી ગણતો નથી. તારું કહેવું શું છે? એ સંબંધ અનંતી વખત મળ્યો જ નથી, એમને સાધમિકપણાને સંબંધ હજુ મળ્યું નથી. તે સંબંધ મેળવવાવાળા પ્રમાણોપેત મળ્યા છે, તે મળ્યો એટલે બસ,
હર્ત ગુથાય, મહાપુણ્ય માટે, તે તેને લાયકની સાધર્મિકલાયકની સેવા મલી એ મહાભાગ્યને ઉદય.
'एगत्य सव्वधम्मा, साहम्मिअवच्छलं तु एगत्य । बुद्धितुलाए तुलिया, दोवि अतुल्लाइ भणिआई ॥१॥
એક બાજુ બધા ધર્મો, શીલ સંપૂર્ણ, તપરિયા, ભાવના સંપૂર્ણ એક બાજુ આ બધા સંપૂર્ણ હોય, પણ સાધર્મિક આદર વગરના. એક બાજુ ધનભાગ્ય કે આ જીવને ધર્મપ્રાપ્તિ થઈ છે, ને સાધર્મિકનો સમાગમ થયે છે. તે બેને વેગ થાય. એ બેને બુદ્ધિરૂપી ત્રાજવાથી તેલીએ તો સાધમિકનું ત્રાજવું જમીનથી ઊંચું થતું નથી. કારણ?