________________
૫૬
પર્વ મહિમા દર્શન કલ્યાણકે, સૂર્યચંદ્રનું આવવું, મૃગાવતીનું કેવલજ્ઞાનનું સ્થાન, મૂળ વિમાને ચંદ્રસૂર્યવંદન કરવા આવ્યા હતા. તે કલ્યાણક સ્થાને વિચ્છેદ ગયાં. ચંદનબાળા અને મૃગાવતીનું પરસ્પર ખમાવવું,
સિદ્ધાચલની યાત્રાના મેળા વખતની વાત ધ્યાનમાં લેજે. મેળામાં મા દિકરી બાપ દીકરા પણ જુદા પડી જાય છે. અહીં ચંદનાએ સમયટાઈમ થયે, તે ઉગથી દેખ્યું, કે સૂર્ય આથમી ગયું છે, આ જાણું ઉપાશ્રયે આવી. મૃગાવતી સૂર્યના તેજના ભરોસે રહી, “આટલું બધું અજવાળું છે. જઉં છું.” વખત છે પણ બરાબર ટાઇમને ઉપયોગ ન રહ્યો, અજવાળાના ભરોસે રહી. ગુરૂણી અને ચેલી મેળામાં બને છે, તેની માફક જુદી પડી ગઈ હોવી જોઈએ. સૂર્ય જવાથી અંધકાર ફેલાઈ ગયે, અને રાત્રિ પડી ગઈ, આ જાણી ભય પામી અને ધ્રાસકે પડે, ત્યાંથી ઉપાશ્રયે આવી ઈરિયાવહી પડિકમિને ઉંઘતી ગુરૂ ચંદનબાળા જે પરિક્રમણું કરીને સૂઈ ગયાં છે. અહીં “સવારે પૂછશે ત્યારે વાત” એમ નહીં. ધર્મસ્થાન છે. પિતાને અપરાધ પિતાને જ જણાવવાને છે. મારો અપરાધ થયે, ચૂકી ગઈ, માફ કરે.
ચંદનબાળા પણ કહે છે કે “કુલીન સ્ત્રીએ સાવચેતી રાખવી જોઈએ. જન્મની સાવચેતીની ટેવ કેમ ભૂલી?”
મૃગાવતી કહે છે કે આવી ગફલત ફેર નહીં થાય. ખમાવવા માટે ચરણમાં પડી. ગુરૂણી મૂળમાં તો ઉંઘમાં હતી, ફેર ઝોકું આવ્યું તેથી મૌન છે, આથી શુદ્ધિ ન થઈ. ગુરૂ ખમે, માફ કરે ત્યારે શુદ્ધિ થાય. વારંવાર ખમાવ્યે જ જાય છે, મારું ધ્યાન ન રહ્યું, ભૂલી ગઈ આમ ખમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. એવામાં ચંદનબાળાને નિદ્રા આવી ગઈ છે. મૃગાવતીને તે ખમાવતાં કેવલજ્ઞાન થઈ ગયું છે. આ સમયમાં ત્યાં સર્પ આવે છે, સાધ્વી ચંદનાને હાથ નીચે છે, આથી હાથ ઊંચે કર્યો. એટલે ચંદના સાધ્વી જાગી અને પૂછ્યું, “કેમ ?”
સાપ જાય છે માટે હાથ ખસેડે ? મૃગાવતીએ કેવલજ્ઞાનથી હું, ઊંચકીશ એટલે નહીં કરડે, એમ જાણ્યું હતું. પ્રવત્તિનીએ પૂછયું, “સાપ કયાં છે?”
આ રહ્યો, આ જાય. મને નથી દેખાતે અને તને દેખાયે શી રીતે?