________________
પર્વ મહિમા દર્શન દૂષણ લગાડીશ તે તેનાં માઠાં ફળો ભવાંતરમાં ભોગવવા પડશે. વ્રત વિરાધનાનું, કેદ કરવાનું ફળ ચંડકૌશિકને ભેગવવું પડયું હતું. તેમ જે હું વ્રતખંડન કરીશ તે દુર્ગતિ થશે. કેદ કરીશ તે મારે પણ સર્પ–વીંછી જેવી કુરજાતિમાં જન્મ લેવું પડશે, એમ ધારી દુર્ગતિના દુઃખના ભયથી કોધ ઉપર કાબુ રાખે, ક્ષમા રાખે છે તે ક્ષમાનું નામ વિપાક ક્ષમા. આ ત્રણ ક્ષમા તિર્યંચગતિમાં અને મિથ્યાવી મનુષ્યને પણ હોય. આજ્ઞા ક્ષમા–વચન ક્ષમા.
તીર્થંકર પરમાત્માની આજ્ઞા છે કે કોઈ ન કરે. ચાહે તે સામે નિષ્કારણ કોધ કરે, અપશબ્દ સંભળાવે, મારે, લેાહીલુહાણ રે, છેદન ભેદન કરે, બાળે યથાવત્ ગજસુકુમાળ માફક માથે ધગધગતા અંગારા મૂકે તો પણ પ્રભુવચન યાદ કરી, આજ્ઞા સંભાળી, કોધ નહિ, પણ ક્ષમા રાખે. એમ વિચારે કે ભલે ગાળ દે છે પણ મારે તે નથી ને ? મારે છે પણ પ્રાણ તો લેતો નથી ને ? પ્રાણ લેતો હોય તો પણ વિચારે કે પ્રાણ લે છે પણ મારા ભાવપ્રાણ રૂપ ધર્મથી ચૂકવતે નથી ને? સામાની ભાવદયા વિચારે કે બિચારો અજ્ઞાનતાથી પિતાના આત્માને પાપથી ભારે કરે છે, તે દુર્ગતિએ જશે. મારા તો કર્મ અપાવવામાં તે સહાયભૂત થાય છે આથી તે મારો ઉપકારી છે, તેમ વિચારે પણ લગીર પણ તીર્થકર ભગવાનનું વચન યાદ કરી કોઇ ન કરે, તેનું નામ આરા-વચનક્ષમા. આવી ક્ષમા હોય ત્યારે સમજવું કે સમ્યક્ત્વ આવ્યું છે. ધમક્ષમા
ધર્મક્ષમા એટલે હવે આજ્ઞા ઉપર તત્વ ન રાખતાં આત્માને સ્વાભાવિક ધર્મ ક્ષમાને છે : આજ્ઞા વિપાક અપકાર ઉપકાર કોઈ પણ ખ્યાલ રાખ્યા વગર ક્ષમા સ્વરૂપ આત્મા છે. ચાહે તેવા નિમિત્ત મળે તો પણ તેને ક્રોધ થાય જ નહિ. આવી સ્થિતિમાં જે ક્ષમા તે ધર્મ ક્ષમા.
આ પ્રમાણે પાંચ પ્રકારની ક્ષમા પ્રસંગોપાત સમજવી.
ત્રણ ક્ષમા મિથ્યાત્વી આત્મમાં પણ સંભવે, તમે શ્રાવક એટલે પાંચમે ગુણઠાણે છે. આથી વચનક્ષમા સમકિતિમાં હેવી જ જોઈએ. ચાલુ વિષયમાં ઘણું આગળ વધી ગયા છીએ. વ્રતભંગના ભયથી આપણે અભિગ્રહો નથી લેતા પરંતુ ન ભાંગે તેવી સાવચેતી રાખવાની