________________
અષ્ટલિંકા વ્યાખ્યાન
પર્યુષણ પર્વના દિવસોની, ૪ આસો મહિનામાં એાળીની, ૫ કાર્તિક ચોમાસાની, ૬ ફાગણ ચેમાસાની.
અહીં પ્રશ્ન થશે કે ત્રણ ચોમાસાની અઠ્ઠાઈ અને એક પર્યુષણની અઠ્ઠાઈ આ કુલ ચાર અઠ્ઠાઈઓ બાવીસ તીર્થંકરના શાસનમાં હતી નહીં, પ્રથમ અને ચરમ તીર્થંકર પ્રભુના શાસનમાં છ અઠ્ઠાઈઓ છે તેનું કારણ? બાવીસ તીર્થંકરના શાસનમાં ચોમાસાઓ અને સંવત્સરી નિયમિત નથી.
પ્રશ્ન-બાવીસ તીર્થંકરના શાસનમાં આ ચાર અઠ્ઠાઈઓ નિયમિત નથી, તેવી રીતે આસો, ચૈત્રમાં પણ અનિયમિત હશે?
ઉત્તર-ના, છ અઠ્ઠાઈઓમાં બે શાશ્વત્ છે. આથી તે બે બાવીસ તીર્થંકરના શાસનમાં નિયમિત છે. ઉત્તરાધ્યયન બહદુવૃત્તિમાં આ માટે જણાવ્યું છે કે –
दो सासयजत्ताओ, तत्थेगा होइ चित्तमासंमि । अट्ठाइआइमहिमा, बीआ पुण अस्सिणे मासे' ॥१॥
બે શાશ્વયાત્રાઓ છે, તેમાં એક ચેત્ર માસમાં અને બીજી આસો માસમાં છે. આ બે શાશ્વતી અઠ્ઠાઈઓમાં દેવ યાત્રા કરે છે, દેવતાઓને અસંખ્યાત ક્રોડાકોડ જનથી આવવું પડે છે, તેમાં આઠે દિવસ જિનચૈત્યમાં મહોત્સવ કરી પ્રભુભક્તિ કરે છે. બે શાશ્વતી અઠ્ઠાઈઓ કેણ કયાં કરે છે?
'एआओ दोवि सासयजत्ताओ करेंति सव्वदेवावि। નંદિ વગર, નર જ નિયમુ ટાળશું છે ?
આ બે શાશ્વતી જાત્રાઓ સર્વ દેવતાઓ, બેચરો, વિદ્યાધરે અને સામાન્ય મનુષ્ય કરે છે. અઠ્ઠાઈએ ક્યાં આરાધે છે? ચોમાસામાં નીકળી પડે? કૃષ્ણ સરખા અવિરતિએ ચોમાસામાં બહાર નીકળવાનું બંધ રાખ્યું, રાજદરબાર બંધ રાખ્યો. કુમારપાળ મહારાજા ચોમાસામાં લડવા નીકળતા નથી. આવી રીતે ચોમાસામાં આરાધના કરે છે. ગિરિરાજની ચેમાસામાં યાત્રા કેમ નહીં ?
ચોમાસામાં બધા યાત્રા ન કરે, તે પણ મારે તે કરવી છે. ભાગ્યશાળીઓ, કેઈને તીર્થંકર ભગવાનની ભક્તિ અળખામણું નથી