________________
પાડ ચાતુર્માસિક વ્યાખ્યાન પર્યાપ્તિવાળા મન પર્યાતિ વગરના પણ છે. પણ મન:પર્યાપ્તિવાળા કાયપર્યાપ્તિ વગરના કેઈ જીવ છે? મને જોગ ન હોય અને કાયોગ હોય એવા અનંતા છે. આ ઉપરથી નકકી થયું કે કાજોગ હોય એને જ મનગ હેય. જીવકાયાએ ગ્રહણ કરેલા મનના પુગલેને મનપણે પરિણાવે છે. સડેલા બીજમાંથી ઝાડ ઉત્પન્ન ન થાય. એવી રીતે કાયા બગડેલી હોય તે મન કઈ દિવસ પવિત્ર નહીં બને. સંક૯પ કઈ ચીજના આવે? દેવકની દેવાંગનાઓ, નંદનવન, મેરુ પર્વત વગેરે સાંભળ્યા છે, એમાંથી રન, ફળ ફૂલ લાવવાને માટે મન કઈ દિવસ થાય છે? કહો કે નંદનવન સંસર્ગમાં આવેલું નથી.
આ પરથી માનવું પડશે કે કાયાના સંસ્કાર પછી જ મનને સંસ્કાર છે. ધર્માસ્તિકાય વગેરે કાયાના સ્પષ્ટ સંસર્ગમાં આવેલા નથી, તેથી સ્વપ્નમાં પણ તે દેખાતા નથી. જે પ્રકારે કાયાક્રિયા કરે છે, તે પ્રમાણે જ મન પરિણામે છે. એ વાત અનુભવથી જોઈ લે. મન વશ ન પણ થાય, વચન વશ ન પણ થાય, તેપણ કાયાને વશ રાખે, ત્યાં સુધી મન વચન અંકુશમાં છે. પાપી–મહાપાપીપણુ ગણાવનાર “ શીગડે ખાંડા ને પૂછેડે બાંડા” બળદ જેવા છે.
પચ્ચખાણ લેવું એ પણ પાપ, અને પચ્ચખાણ લઈને ન પાળવું એ મહાપાપ, આવું માનનારાએ સમજવાનું કે, જે એવી રીતે મહાપાપ થઈ જતું હોય તે મનનું ચંચળપણું હોય ત્યાં સામાયિક લેવાનું શાસ્ત્રકારો રાખત નહીં. સામાયિકના અતિચારો તમે જાણે છે. મન, વચન, કાયા એ ત્રણને અંગે અતિચાર છે. દુપ્રણિધાન એટલે ત્રણેયને ખરાબ એકાગ્રતા એ અતિચારે કહ્યા. એને ભગાભંગ રૂપ સામાયિક કહ્યું. બે માણસ બેઠા હતા, એમાં એક સામાયિકમાં અને એક છૂટો હતો. એવામાં એક કૂતરું આવ્યું, એટલે સામાયિકવાળાએ ઉંઉં કર્યું. છૂટાએ કૂતરાને મારીને કાઢયું. ઉંઉં કર્યું એટલે કૂતરાને માર્યું ને ? હા. ત્યારે! એવી રીતે સામાયિકવાળાની મન, વચન અને કાયાથી પાપ કરીશ નહીં, આ પરિણતિ ચેક્સ હતી. સંગ આવે ત્યારે પરિણતિ ફરી જાય, પણ આશ્રવ કારણ કેટલામાં પલટાયું ? તો કે તેટલામાં. -