________________
અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન
૩૩ -લીંપવું વગેરે આરંભ કાર્યો બંધ કરવાં જોઈએ. ઉપાશ્રયમાં કે દહેરાસરમાં જઈએ ત્યારે કંઈક ધર્મ કરવાનું મન થાય છે. દહેરાસર-ઉપાશ્રયના ધમી.
આપણે દહેરાસર–ઉપાશ્રયે જઈએ એટલે ધર્મની બુદ્ધિ થાય અને ત્યાંથી નીકળ્યા એટલે ખંખેરી નાંખીએ. આ આત્મા જે ધર્મમાં રંગાયેલ હોય તે ચાહે દહેરાસરે કે ઉપાશ્રયે કે ઘેર હોય તો ધર્મની લેશ્યા કેમ ન આવે? કેવળ ઉપાશ્રયના જ આપણે ધમી છીએ. બહાર માટે હતા એવાને એવા જ. નિશાળમાં છોકરે જવાબ આપે અને ઘેર ઉત્તર ન આપે. એ છોકરાને આપણે ભણેલ ગણે કે ઠેઠ ગણ? તેવી રીતે આ આત્મા પણ ઉપાશ્રયમાં ધર્મ કરે અને બહાર નીકળે એટલે કઈ પણ ધર્મની લેશ્યા નહિ; ચાર મહિના ચોમાસામાં ‘ભાગતા ચોરની લંગોટી', એવી રીતે તમે સાધુપણામાં ન આવે, દેશવિરતિમાં પણ ન આ તે કંઈક ચોમાસામાં તો આરંભ પરિગ્રહ ઓછો કરે !
કૃષ્ણ મહારાજા ચોથે ગુણઠાણે છે. એ ભલે કર્મવશતઃ પચ્ચખાણ. ન કરી શક્યા, પણ દયા કેટલી પરિણમી હશે તે વિચારે. જેઓએ એટલી ઋદ્ધિસમૃદ્ધિમાં, એટલા બધા રાજ્યના આડંબરમાં, પોતે અગિયારસથી રાજ્યને દરબાર ભરતા નહિ. ત્રણ ખંડના માલિકને ચોમાસામાં રાજ્યદરબાર ભરે જીવવિરાધના થવાથી કેટલે આકરે પડે હશે ? કહો, કેવી દયાની પરિણતિ હશે? દરબાર ભરવો બંધ એટલે રાજ્યની આખી વ્યવસ્થા બંધ. જેને દયાની ખાતર રાજ્યદરબાર ચાર મહિના બંધ કર્યો, તેથી દુનિયામાં દેવપોઢી અગિયારસ કહેવાય છે. | સામાન્ય રાજાના બે નિયમઃ કાંતે જમાનામાં પોઢવાને, ને કાંતે દરબારમાં બેસવું, એટલે દરબાર બંધ થયે. દુનિયા “પઢી ગયા” એમ કહેવા લાગી. ધ્યાન રાખજે ! તેથી મિથ્યાત્વની સ્થિતિ પણ આ જગ્યાએ સમજી શકે છે. એ લોકો શું એમ માને છે કે દેવ સૂઈ ગયા? ત્યારે તેમના દેવ કુંભકરણના ભાઈ હતા ત્યારે આવા દેવને તમે દેવ માને છે ? કૃષ્ણજી કાંઈ ઊંધી ગયા નથી. આ સાચું તત્વ એ લેકેથી બેલ્યું જાય નહીં, કારણ કે એ લોકે પાણીના કીડા છે. નાવું, ધવું એમાં જ ધર્મ માને છે. હિંસાને લીધે દરબાર બંધ રાખ્યો એમ માને તે કેટલું બધું શેષવું પડે! – ..