________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
- ૨૫
એંઠા હાથથી બીજી રઈ કે ખાવાની વસ્તુને ન અડકવું. ૧૪ સ્થાનકે સંમૂર્છાિમ મનુષ્યો-(માતાપિતાના સંગ વગર જે ઉત્પન્ન થાય. તે સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય) ઉત્પન્ન થાય છે.
સંમૂચ્છમ મનુષ્યને ઉપજવાનાં ચૌદ સ્થાનકઃ ૧ વડીનિતિ (ઝાડા)માં, ૨ લઘુનિતિ (પીસાબમાં), ૩ નાકના લેમમાં ૪ શરીરના મેલમાં, પ કાનના મેલમાં, ૬ ઉલટીમાં ૭ પિત્તમાં ૮ પરૂમાં, ૯ લેહમાં, ૧૦ શુક–વીર્યમાં ૧૧ મરેલા કલેવરમાં, ૧૨ સ્ત્રી પુરૂષના મૈથુનમાં. ૧૩ નગરની ખાઈ માં, ૧૪ સર્વ અશુચિ સ્થાનમાં એટલે એંઠું પાણી–ભેજન, બળખા, ચૂંક, આંખને મેલ વગેરે વિવેકપૂર્વક કાળજી રાખવામાં આવે તે સંમૂચ્છમ જીવોની વિરાધનાથી બચી શકે છે.
કાચા દૂધ કે દહીં સાથે કઠેળ ભેગું કરી ન ખાવાં કે વાપરવાં તેમાં બેઈન્દ્રિયાદિક જે તરત જ ઉત્પન્ન થાય છે. માટે જિનેશ્વરપ્રભુના વચનમાં શ્રદ્ધાળુ એવા શ્રાવકવર્ગે જણાવેલા તેમજ ગુરુમહારાજ જે નિયમ લેવા માટે ઉપદેશ આપે તે જરૂરી નિયમ–અભિગ્રહ-વ્રતપચ્ચખાણનો વિરતિને સ્વીકાર કરે. વિરતિ કરવાથી મહાલાભ થાય છે.
અવિપતિથી પાપ ન કરવા છતાં પણ પાપકર્મ બંધાય છે. એકેન્દ્રિયાદિ જેને તેવાં પાપ ન કરવા છતાં અવિરતિ હેવાથી પાપકર્મ બંધાયા કરે છે. મન-વચન-કાયાથી અવિરતિનું પાપ તમને વધારે બંધાય, દાન-શીલ-તપસ્યા ઓછાવત્તા પ્રમાણમાં બને, તે કદાચ પરાધીન વસ્તુ છે, પણ આ પાપ-જીવ વિરાધનાના–ટાળવા તે તે સ્વાધીનતાની વાત છે. ચોમાસાના કાળમાં જે આ લક્ષ્ય રાખવામાં આવે તે બીજા કાળ કરતાં આ અષાઢ માંસાના કાળમાં વધારે લાભ થાય. અષાઢ ચાતુર્માસી પર્વની મહત્તાનાં કારણે.
જગતમાં સામાન્ય રીતે સર્વ આર્ય કે કાર્તિકી, ફાગુની અને આષાઢી-એમ ત્રણ માસીએ માને જ છે, અને જેનજનતામાં પણ જે શાસ્ત્રો મનાએલાં છે, તેમાં પણ અસલથી કાર્તિકી વગેરે ત્રણ માસીએ મનાએલી છે, છતાં પણ સર્વ આર્યપ્રજા અને સામાન્ય રીતે જૈનજનતા કાર્તિકથી અને ફાલ્ગનથી જ શરૂ થતા જેમાસાને ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તથા તિષશાસ્ત્રની દૃષ્ટિએ ચેમાસાં માને છે,