________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ ) આત્માને શરીરથી જુદે જાણો અને શરીરને આત્માથી ભિન્ન અવધવું; આ પ્રમાણે ઉભયને ભેદ જ્ઞાતા ગી, આત્માના નિશ્ચયમાં
ખલાયમાન થતો નથી. સારાંશ કે દેહથી પોતાના આત્માને ભિન્ન જાણીને ધ્યાન ધરનાર ગી, આત્માને પ્રકાશ કરવામાં આગળ વધતા જાય છે; તેને વિધ્રો નડે છે પણ તેની તે દરકાર કરતો નથી. દુનિયાના નામ અને રૂપના સંબધે યોગીને બંધનકર્તા થતા નથી. પિતાને આત્મા આ ક્ષણિક શરીરથી ભિન્ન જણાતાં વાસનાઓનાં બંધને છૂટે છે.
ઉન્મનીભાવ પ્રાપ્ત કરવા માટે, ધ્યાની મહાત્માઓ પ્રયત્ન કર્યા કરે છે. વાસનાઓમાં અહંન્દુ અને સુખત્વ પરિણતિ ટળે તેજ ઉન્મનીભાવની દિશાતરફ ગમન કરી શકાય છે. યેગીઓ ઉન્મનીભાવને પામે છે. સંસારદશાથી વિપરીત થયાવિના ઉન્મનીભાવ આવતે નથી. સંસાર અને ઉન્મનીભાવને પરસ્પર વિરોધ છે. નદીના સામાપૂરે ચિત્રાવેલી જાય છે, તેમ ઉન્મનીભાવને પામેલા યોગીઓ સંસારથી ઉલટી ગતિ કરે છે. સંસારી જીવોને તેમનું સર્વ વિપરીત લાગે છે અને યોગીઓને, સંસારી જીએ કરેલી મારાતારાપણાની વ્યવહાર ભેદજાળ બધી વિપરીત લાગે છે, તેથી ‘મિયાં અને મહાદેવની પેઠે” બંનેના એકસરખા વિચાર અને આચાર મળતા આવી શકતા નથી. સંસારને વિવેક જુદા પ્રકાર છે અને ઉન્મનીભાવને વિવેક જુદા પ્રકારનો છે. ઉન્મનીભાવની ખુમારી પામેલા યોગીઓને, દુનિયાના સારા નરસા શબ્દોની અસર થતી નથી; કારણ કે તેમને ઉદ્દેશીને જે જે કહેવામાં આવે છે તેમાંથી અહત્વ તેમને ટળી ગયું હોય છે, તેથી તેઓ આકાશની પેઠે પદ્ધલિક પદાર્થોથી અન્તરદષ્ટિએ નિર્લેપ રહે છે. જે જે શબ્દ બાણની પેઠે, વા અમૃતની પેઠે દુનિયાને અસર કરે છે, તે તે શબ્દોમાં વેગીઓને અસર કરવાની શક્તિ હોતી નથી. ઉન્મનીભાવને પામેલા યોગીએ દુનિયાની દષ્ટિએ ટીકાપાત્ર થઈ પડે તે પણ તેમાં તેમને બંધાવવાનું વસ્તુતઃ હેતું નથી. જે જે આના હેતુઓ છે તે ઉન્મનીભાવને પામેલા જ્ઞાન યોગીઓને સંવરના હેતુરૂપે પરિણમે છે અને જે જે સંવરના હેતુઓ છે, તે તે દુનિયા સમુખ મન રાખનારા અજ્ઞાની જીવોને આશ્રવણે પરિણમે છે. “જે માણવા તે પિલવા, ને રિણવા તે માણવા.” આ સૂત્રના વચનથી સમજી શકાય છે કે, ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ ભેગ ભેગવતાં પણ નિર્જરા કરી શકે છે; કારણ કે તેઓ અત્તરથી ભોગોની સાથે આસક્તિવાળા હોતા નથી. તેઓ ઉન્મનીભાવમાં રમ્યા કરે છે. તેઓ ઔદાસી ભાવે જગતને અને ભેગને દેખ્યા કરે છે તેથી તેઓ બાહ્યમાં પરિણમી શકે નહિ, એવી
For Private And Personal Use Only