________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
નિરંજનયારનાં દર્શન થતાં નથી, તેમજ તેના મેળાપ પણ થતા નથી. નિરંજનયારના મેળાપ માટે તેા અનુભવજ્ઞાનની આવશ્યકતા છે. હું યશેવિજયજી ! નિરંજનયાર મળ્યા વિના સ્થિરતા થવાની નથી. હું તે નિરંજનયારના મેળાપમાં ઉપયોગ રાખું છું.
શ્રીમદ્ આનન્દઘનજી પાતાના મિત્ર યશોવિજયજીને કહે છે કે, રાગદ્વેષરહિત નિરાકાર પરમાત્મપ્રભુની પ્રાપ્તિ વિના મને ચેન પડતું નથી. મારે આત્મા તેજ પરમાત્મારૂપ છે પણ રાગદ્વેષને સંપૂર્ણ નાશ થયા વિના નિરંજન-નિરાકાર-જ્યોતિસ્વરૂપ પરમાત્માને આવિભૉવ થતા નથી. કર્મના સંબન્ધ આત્મારૂપ પરમાત્માનું સાકારપણું છે, પણ કર્મના સંબન્ધ વિઘટતાં આત્મારૂપ પરમાત્માનું નિરાકારસ્વરૂપ પ્રગટ થાય છે. રોગુણ-તમેગુણ અને સત્ત્વગુણુ રહિત પરમાત્મા છે. પરમાત્માના કોઈ મિત્ર વા દુશ્મન નથી. પરમાત્મા કાઇને સુખદુઃખ આપવાને ન્યાય આપતા નથી, તેમજ કાઇને સ્વર્ગમાં મોકલવાનું કરતા નથી, તેમજ કાઇને નરકમાં મેકલવાનું કૃત્ય કરતા નથી. પરમાત્માને ઇચ્છા વા દ્વેષ નથી. પરમાત્માને દિવ્ય શરીર વગેરે કોઈ જાતનું શરીર નથી. કર્મરૂપે અંજનથી રહિત એવા પરમાત્માની પ્રાપ્તિ એજ મુખ્ય સાક્ષ્યલક્ષ્યસ્થાન છે. પરમાત્મા પાતાના રૂપે સત્ છે. અનંતજ્ઞાનમય છે. અનંતદર્શમય છે અને અનંત આનંદમય છે. આત્મા પોતે મૂલસ્વરૂપે જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે. આત્માનું આવું નિરંજન પરમાત્મત્વ પ્રાપ્ત કરવું એજ કર્તવ્યમાં કર્તવ્ય છે. આત્માના ધર્મ ખરેખર આત્મામાં સમાયા છે. આત્માના ધર્મની પ્રાપ્તિ માટે જીવતાં ધરતીમાં દટાઈ જવાની જરૂર નથી. આત્માની પરમાત્મ દશા થયા પશ્ચાત્ જન્મ, જરા અને મૃત્યુના દુઃખો રહેતાં નથી. આત્માની પરમા મતા પ્રગટયા પશ્ચાત્ પુનઃ સંસારમાં જન્મ લેવા પડતા નથી. આત્માની પરમાત્મતા પ્રગટ્યા બાદ કોઇપણ નતના દુઃખના સંબન્ધ થતા નથી. ઉત્તમ પરમાત્મ દા વા નિરંજન દશાની પ્રાપ્તિની ઇચ્છા જેના હૃદયમાં વ્યાપી રહી છે તે આસન્નભવ્ય જીવ અવબાધવે.
શ્રીમદ્ આનન્દઘનજીના મનમાં પરમાત્માની પ્રાપ્તિના ઉભરા પ્રગટયા હતા, અને તેઓએ નિરાકાર પ્રભુનું ધ્યાન ધરવાની યોગ્યતા અમુકાશે પ્રાપ્ત કરી હતી, તેથી તેઓ નિરકનચારના વિરહના ઉદ્ગારા કાઢી શકયા છે. જે હયાગીઓ, જીવતાં પૃથ્વીમાં દટાઈ જવું એને સમાધિ માને છે તેનું શ્રીમદે ખંડન કર્યું છે. ધરતીમેં નવુ જ્ઞાન પિછાનું ધરતીમાં ગળી જતાં નિરાકાર પરમાત્માને હું ઓળખી શકતા નથી, ઇત્યાદિ ઉદ્ગારાવડે તેમણે જ્ઞાનસમાધિની સિદ્ધિ કરી છે. અને સહુ તો
ભ. ઉ. ૨૨
For Private And Personal Use Only