________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ ) ગ્રહ કરતાં સાધુઓ ચારિત્રકટીમાં અનન્તગણ ઉત્તમ છે, તેથી ગૃહસ્થના ગુરૂતરીકે સાધુવર્ગ સદાકાલ વર્તે છે. શરીરને સુધારવાને ઘણું દવાઓ જગતમાં છે, વાણુને સુધારવાને માટે વ્યાકરણે છે, પણ મનને અને આત્માને સુધારવા માટે સાધુઓ વિના અન્ય કઈ નથી. હાલના વખતમાં પ્રથમથી સાત ગુણસ્થાનક વિદ્યમાન છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકના અધિકારી સાધુઓ છે. સાધુઓને છઠ્ઠા ગુણસ્થાનકમાં સંજવલને ક્રોધ, માન, માયા અને લેભ થાય છે, પણું તેથી કંઈ સાધુપણું ટળી જતું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે સાધુઓ ચારિત્ર પાળી શકે છે. પાંચમા આરાના છેડા સુધી સાધુઓ રહેવાના છે, તેથી સાધુઓ આ કાળમાં નથી એમ કેઈએ ઉસૂત્ર ભાષણ કરવું નહિ. જે મનુષ્ય સાધુપદનું ખંડન કરે છે, તે જૈનશાસનનું ખંડન કરે છે એમ વિચારવું. સાધુઓને પણ વ્રતોમાં દોષ લાગી શકે છે, પણ તેનું પ્રાયશ્ચિત્ત છેદસૂત્રોમાં દર્શાવ્યું છે. ઉત્સર્ગ અને અપવાદમાર્ગ સાધુનાં વ્રતો સમજવાની જરૂર છે. ફક્ત ઉત્સર્ગમાર્ગથીજ સાધુનાં વ્રતનું સ્વરૂપ સમજવાથી સાધુવર્ગ ઉપર શ્રદ્ધા રહેતી નથી, તેમ અપવાદમાર્ગથીજ સાધુનાં વ્રતો જાણવાથી સાધુઓને ઉત્સર્ગ સાધુમાર્ગ પાળવામાં શિથીલતા થાય છે.
શરીરના બળપ્રમાણે સાધુત્રનું આરાધન થઈ શકે છે. પૂર્વની પેઠે વર્તમાનકાલમાં સાધુના આચારે બરાબર સાધુઓ ન પાળી શકે, તેથી સાધુપણું નથી એમ કેઈએ શંકા કરવી નહિ. જે જે કાલે જે જે સાધુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે વ્રત પાળે છે અને જિના ગમે પ્રમાણે દેશના દે છે, તે તે કાળે તે તે સાધુઓ ઉત્કૃષ્ટ સાધુઓ જાણવા. કંચન અને કામિનીને ત્યાગ અને જૈનાગમના અનુસારે દેશના અને સંવિગ્નપક્ષને જે ધારે છે, તેને આ કાળમાં ધન્યવાદ ઘટે છે. આ કલમાં સાધુઓ નથી અને સાધ્વીઓ નથી એ પ્રમાણે કહેનારને સંઘમાં રાખ નહિ. જે શ્રાવક એમ કહે કે, આ કાળમાં કેઈ સાધુ નથી તે તે પ્રમાણે કહેનાર હજી શ્રાવકજ નથી; એમ માનીને કેઈએ તેની સંગતિ કરવી નહિ.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સર્વે જૈન ધર્મના પ્રવર્તક છે. શ્રાવક તો શ્રમણોપાસક ગણાય છે. સાધુ ગુરૂની આજ્ઞા પ્રમાણે જે ચાલે નહિ તે શ્રાવક ગણી શકાય નહિ. ચારિત્ર લીધાવિના ચારિત્ર પાળવાનો અનુભવ થતું નથી. ગીતાર્થ મુનિરાજેએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપ્રમાણે–અમુક રીત્યા ચારિત્ર પાળવું જોઈએ, તે અવધી
For Private And Personal Use Only