________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૭ ) રંગાવાને ચાહે છે. સાધવિના કેણુ ભ્રમરૂપ વિહારને અપહરી, શુદ્ધ નિરજન ચન્દ્રરૂપ પરમાત્માને દેખાડવા સમર્થ થઈ શકે? અલબત સાધુ વિના શુદ્ધ નિરજન ચન્દ્રરૂપ પરમાત્માને દેખાડવા અન્ય કઈ સમર્થ થઈ શકતું નથી. અન્ય સનાતન વેદધર્મીઓનાં પુરાણેમાં પણ સાધુની સંગતિનું આ પ્રમાણે અપૂર્વ માહાત્મ્ય વર્ણવ્યું છે. બ્રહ્મા સાધુની સંગતિવિના જગતમાં અન્ય કિચ્ચિત્ સારભૂત વસ્તુ માનતો નથી. જગતમાં બ્રહ્મા જેવાની પણ આવી સત્તસમાગમેચ્છાની દશા છે, તે અન્યનું શું કહેવું! અન્યદર્શનીઓના શાસ્ત્રાધારે જોતાં શ્રીકૃણુ પણ, સાધુની સંગતિ ઇચ્છતા હતા અને સાધુઓના ચરણકમલનું પ્રક્ષાલન કરતા હતા અને તે સાધુઓને દેખી, ઉભા થઈ હાથ જોડતા હતા. મહાદેવ પણ સાધુની સંગતિની શ્રેષ્ઠતા સ્વીકારે છે. વસિષ્ઠઋષિની સંગતિથી વિશ્વામિત્ર એક ઘડીમાં સુધરી ગયા; વસિષ્ઠ અને વિશ્વામિત્રને તપશ્ચર્યાફલ અને સંગતિફળની મહત્તા સંબધી વિવાદ થયે તેમાં પણ સાધુની સંગતિનું ફળ મહાન સિદ્ધ થયું. જ્યારે બ્રહ્માદિક પણ સાધુસંગતિ સંબધી ઉત્તમ વિચારો ધરાવે છે, એમ અન્યદર્શનીઓનાં પુરાણથી જણાય છે, ત્યારે જૈનશાસ્ત્રો સાધુની સંગતિનું ઉત્તમોત્તમફળ દેખાડે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ભ્રમણને વિહાર અપહરીને સાધુ વિના અન્ય કેઈ પરમામારૂપ શુદ્ધચન્દ્રને દેખાડવા સમર્થ થતો નથી.
આમા, સાધુની સંગતિવિના સંસારની ભ્રમણમાં સત્ય સુખ પામ્યો નહિ. સાંસારિક વસ્તુઓને પિતાની માની આત્મા જે તે વસ્તુએની પ્રાપ્તિ માટે રઝ, કુટાયે–પીટા, પણ સત્યસુખ આસ્વાદી શકે નહિ. પરવસ્તુની ભ્રમણમાં આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ ભૂલ્યો અને તેથી તેણે આશ્રવના માર્ગમાં અનાદિકાળથી પ્રયાણ કર્યું. ગુરૂના સમાગમથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે. શ્રી મહાવીરસ્વામી પૂર્વ પ્રથમ ભાવમાં સાર્થવાહ તરીકે હતા ત્યારે, તેમણે સાધુના સમાગમથી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું. સાધુના સમાગમથી મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે. સંસારના વિષયભોગમાં સુખ નથી એમ સાધુના સદુપદેશથી જી જાણું શકે છે. શુદ્ધ નિરજન પરમાત્મતત્ત્વના દર્શાવનારા સદ્દગુરૂ સાધુરાજનું જેટલું માહાઓ વર્ણવીએ તેટલું અલ્પ છે. સાધુસંગતિ એ મોક્ષનું દ્વાર છે, આનન્દનો સાગર પ્રાપ્ત કરવો હોય તે, સાધુસંગતિ કરવી જોઈએ. સાધુની સંગતિનો અનુભવ કરીને શ્રીમદ્ આનન્દઘનજી છેલ્લી કડીઓને નીચે પ્રમાણે કહે છે.
देव असुर इन्द्रपद चाहु न, राज न काज समाज री ॥ सङ्गति साधु निरन्तर पावू,आनन्दघन महाराज री।साधु०॥४॥
ભ. ૩૮
For Private And Personal Use Only