________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ). વગડામાં અને ગુફામાં તેમજ નિર્જન સ્થાનમાં નિરૂપાધિ દશા ભેગવવા રહેતા હતા, તેમ અનુમાન કરી શકાય છે. ગછ કદાગ્રહ કલેશથી તેઓ દૂર રહેતા હતા, એમ તેઓશ્રીનાં વચનો કહી આપે છે. પંચાંગીના ખરા આશયને તેઓ માન્ય કરતા હતા. આવા ઉત્તમ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ સાધુવની ઉત્તમતા કેટલી બધી મનમાં માનતા હતા, તે બાબતને ઉત્તર તેમનું બનાવેલું આ પદ સારી રીતે આપી શકે છે.
શ્રીમદ્ આનન્દઘનજી જેવા અધ્યાત્મપુરૂષ શિરેમણિ, સાધુઓનું માહાત્મ્ય અને સાધુની સંગતિનું અપૂર્વ વર્ણન આપે છે, તેથી તેમની વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મની ઉત્તમ અનુભવદશા જણાઈ આવે છે. આનન્દઘનજીને સાધુની સંગતિથી અપૂર્વ લાભ મળ્યું હોય, એમ આ પદથી અનુભવાય છે. સાધુઓ ઉપર તેમને કેટલો બધો પ્રેમભાવ છે તે આ પદથી સિદ્ધ થાય છે. સાધુની સંગતિવિના આત્મા પરમાનન્દ રસનું ધામ બનતો નથી. અનુભવ કથાને વિશ્રામ જ્યાં છે એવું પરમ મહારસ ધામ (મોક્ષ) પ્રાપ્ત કરવું હોય તો, સાધુની સંગતિની જરૂર છે. મૂર્ખ કેટી ઉપાય કરે તો પણ સાધુની સંગતિવિના પરમ મહારસ ધામ એવું, મોક્ષપદ પાપ્ત કરી શકતો નથી. સાધુની સંગતિથી અનેક પ્રકારના લાભ થાય છે. અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તે સાધુની સંગતિ કરવી.
સત કે જેને સાધુ કહે છે એવા સાધુ, શીતલ એવું કલ્પવૃક્ષ છે. સાધુરૂપ કલ્પવૃક્ષની શીતલ છાયાથી આભા આનન્દમય બની જાય છે. વૃક્ષની હવાથી અનેક પ્રકારના શારીરિક ફાયદાઓ થાય છે, પણ સાધુરૂપ જંગમ કલ્પવૃક્ષોથી તે, શારીરિક, વાચિક, માનસિક અને આત્મિક લાભે શીધ્ર પ્રાપ્ત થાય છે. કલ્પવૃક્ષ જેમ અનેક પ્રકારની ચિન્તાઓ ટાળવા સમર્થ થાય છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષ પણ અનેક પ્રકારની ચિન્તાઓ ટાળવા સમર્થ બને છે. કલ્પવૃક્ષ વાંછિત ફળ અર્પવાને સમર્થ બને છે, તેમ સાધુઓ પણ મનુષ્યની શુભ ઇચ્છાએને સફલ કરે છે. સાધુરૂપ કલ્પવૃક્ષની સેવાથી અવાંછિત ટળે છે. સૂર્યના તાપથી તપ્ત થએલ મનુ, જે કલ્પવૃક્ષને આશ્રય લે છે તે તેઓનો તાપ શાન્ત થાય છે, તેમ સાધુરૂપ જંગમ કલ્પવૃક્ષોનો આશ્રય પામીને મનુષ્ય ભવસંતાપને શાન કરે છે. ક્રોધ, માન, માયા અને લોભના તાપથી મનુનાં મન સંતપ્ત રહે છે. સાધુની સંગતિ થવાથી ક્રોધ, માન, માયા અને લેભના આવેગ ટળે છે અને તેથી મનુષ્યોને શાન્તિ મળે છે. રાગ અને દ્વેષનો નાશ કેવી રીતે કરે, તતસંબ
For Private And Personal Use Only