________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૧ ) સાવધ વ્યાપારમાંથી ચિત્ત પાછું હઠતું નથી અને આત્માના શુભાદિ અધ્યવસાય પણ પ્રગટતા નથી, માટે અધ્યાત્મશાસ્ત્રો અને સગુરૂ આ દિના સમાગમમાં સદાકાલ રહેવું જોઈએ; કેમકે શુભ સશુરૂ આદિના આલંબનવિના આત્માની અશુદ્ધ પરિણતિ ટળતી નથી. અધ્યાત્મઆદિ ધર્મશાસ્ત્રોના વિરહથી ખરેખર ઉચ્ચ ભૂમિકા લગભગ આવેલા મનુષ્ય પણ પાછા પડી જાય છે, માટે જ જિનાગમમાં શિષ્યોને ઉદ્દેશીને કચ્યું છે કે “શિષ્યએ કદી ગમે તેવા સંયોગેમાં પણ ગુરૂકૂલવાસને ત્યાગ કરે નહિ.” આત્માની શુદ્ધિપરિણતિ થવાને સરૂ, જિનપ્રતિમા અને જિનાગમ સમાન કઈ પુછાલંબન નથી. શ્રી જ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાથી અધ્યાત્મગુણની વૃદ્ધિ થાય છે.-અધ્યાત્મશાસ્ત્રો વાંચ્યાં એટલામાત્રથી કેઈએ અધ્યાત્મનો અહંકાર કરે નહિ.
અધ્યાત્મશાસ્ત્રો વાંચીને ગૃહસ્થાઓ અને સાધુઓએ તે પ્રમાણે રસદ્વર્તન કરવું જોઈએ. અધ્યાત્મશાસ્ત્રોના વેત્તા થઇને કષાયોને મનમાં ઉત્પન્ન ન થવા દેવા જોઈએ. “અવનો મુળ હોઉં, ન મુ મરઘવાળ, આત્મજ્ઞાનવડે મુનિ હોય છે પણ અરયમાં વસવા માત્રથી કઈ મુનિ ગણાતું નથી; એમ ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં લખ્યું છે, અર્થાત્ જે આત્મજ્ઞાની હોય છે તે મુનિ કહેવાય છે, તેથી આત્મ વા અધ્યાત્મજ્ઞાનધારક મુનિવરેએ પોતાના આચારેને શુદ્ધ કરવા જોઈએ. કેઈ સાધુ એમ કહેશે કે, “જે અધ્યાત્મજ્ઞાની મુનિ કહેવાતા હોય તેને તે બધું કરવાનું છે અને તે અધ્યાત્મજ્ઞાની કહેવાતા નથી તેથી અમારે કંઈ કરવાનું નથી તેમ કથનારને ઉત્તરમાં અવધાવવાનું કે મુનિમાત્રને અધ્યાત્મની જરૂર છે, અર્થાત્ અધ્યાત્મવિના કેઈ મુનિ હોતા નથી, માટે સર્વ મુનિઓનો અધ્યાત્મજ્ઞાનમાં અધિકાર છે એમ જાણી સર્વ મુનિઓને અધ્યાત્મજ્ઞાનસંબધી કહેવામાં આવે છે, તેમજ અધ્યાત્મ શાસ્ત્રના અધિકારી એવા સમ્યકત્વ ધારક શ્રાવકેને ઉદ્દેશી પણ કહે વામાં આવે છે. તેનાથી પણ આગળ વધીને દુનિયાના સર્વ ભવ્ય જીવોને કળવામાં આવે છે, એમ પણ લેખકનો આશય અવધ. અધ્યાત્મશાસ્ત્રો વાંચવાનો પ્રત્યેક ભવ્ય મનુષ્યનો અધિકાર છે. અધ્યાત્મશાસ્ત્રને વાંચ્યાવિના તેમાં કથેલા વિચારેને આચારમાં મૂકી શકાતા નથી. નિયમ એવો છે કે “જાણ્યા વિના આદર થતો નથી” જ્ઞાન થયાબાદ તુર્ત કંઈ તે પ્રમાણે આદર બની શકતું નથી. જ્ઞાન થયાબાદ તુર્તજ “જ્ઞાનનું ફલ વિરતિ” પ્રાપ્ત થતું હેત તે ચેથા ગુણસ્થાનકનું અસ્તિત્વ રહી શકે નહિ. મહાત્માને, અધ્યાત્મશાસ્ત્રોને બાર વર્ષપર્યન્ત અભ્યાસ કરવાથી પશ્ચાત્ અધ્યાત્મજ્ઞાનસંબધી પકવ અનુભવ પ્રગટે છે અને
For Private And Personal Use Only