________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૬)
તારા ગુણાની હાનિ થયા વિના રહે તેમ નથી. હું ચેતન ! તને વિષયાદિના વિષયપ્રેમ કરવા ઘટતા નથી. પરવસ્તુમાં ભાગની બુદ્ધિ ધારણ કરવી એ કઈ રીતે સારૂં નથી. પરવસ્તુને પેાતાના સુખને માટે ઉપયાગમાં લેવાના બુદ્ધિપૂર્વક જે રાગ પ્રગટે છે તે અયેાગ્ય છે, જડ વસ્તુમાં સુખમે ખરેખર ત્રણ કાલમાં નથી, તેથી તેએના ભાગવડે સુખની આરાા ધારણ કરવી એ ભ્રાન્તિ છે. પરવસ્તુના રાગમાં અન્ન મનુષ્યો પોતાનું જીવન વ્યતીત કરે છે, પણ તેથી તેઓને અન્તે કંઈ લાભ મળતા નથી. હું ચેતન ! શા માટે સ્વાર્થમય એવ પરવસ્તુ ભાગના રાગ ધારણ કરે છે? તને અદ્યાપિ પર્યંત પરવસ્તુના ભાગરાગથી કિંચિત્ સુખ પ્રાપ્ત થયું નથી. શ્રી સર્વજ્ઞ ભગવંતાએ કેવલજ્ઞાનથી અપ્રશસ્યપ્રેમનું જે સ્વરૂપ કહ્યું છે તે બરાબર છે. જડવસ્તુના ભાગની બુદ્ધિથી સ્વાર્થક રાગ પ્રકટે છે. પરવસ્તુ ખરેખર પેાતાના સુખ માટે થતી નથી; ફક્ત બાહ્ય સુખને માટે હોય છે, માહ્ય સુખની ક્ષણિકતા હોવાથી આન્તરિક નિત્ય સુખની પ્રાપ્તિના ત્યાગ કરીને કાણુ ક્ષણિક વૈષયિક સુખપ્રાપ્તિ માટે મનુષ્ય જીવન હારે? અલખત કોઈ જ્ઞાની પેાતાનું જીવન હારે નહિ. વિષયરાગમાં ફસાયલા મનુષ્યો ભૂંડની પેઠે પેાતાનું જીવન ગાળે છે. વિષયપ્રેમના પ્રેમીએ ભલે એક ક્ષણને માટે દેવતાઓ જેવા આનંદી દેખાય, પણ અન્ય ક્ષણમાં તે તેઓના હૃદયમાં શોકની લાગણીઓ વાસ કરવાનીજ વિષયરાગની ધૂનમાં અજ્ઞ જીવે પોતાને અલૌકિક સુખભેાક્તા તરીકે માને છે પણ એ તેની ભૂલ છે. તાઢ પશ્ચાત્ જેમ તાપ પડે છે, તેમ ખાધુ સુખના ક્ષણ પશ્ચાત્ દુ:ખના ક્ષણ આવીને ઉભા રહે છે. ખાદ્ય પદાર્થો જે સુખના સાધનભૂત કલ્પવામાં આવ્યા હેાય છે તેજ પદાર્થો અમુક સંયોગેામાં ખરેખર દુઃખના હેતુરૂપે પરિણમે છે. બાહ્ય જે જે સંયોગો અમુક કાલમાં રાગથી સુખહેતુભૂત લાગે છે તેજ બાહ્ય સંયોગે પુનઃ માહ્યવૃત્તિથી દુઃખ હેતુરૂપ લાગે છે. જે પદાર્થોમાં અત્યંત પ્રેમ થાય છે તેજ પદાર્થો ઉપર અત્યંત દ્વેષ ઉત્પન્ન થાય છે. જે પદાર્થો માટે પ્રાણ આપવાની બુદ્ધિ થાય છે તેજ પદાર્થો ઉપર કેટલાક સમય જતાં જોવાની પણ મુદ્ધિ થતી નથી. જે પદાર્થોમાં સુખનેા વિશ્વાસ થયો હાય છે તેજ પદાર્થોમાં દુ:ખના વિશ્વાસ થાય છે. જે જે મનુષ્યા સાથે વૈયિક રાગના સબન્ધ બાંધવામાં આવે છે તે તે મનુખ્યાની સાથે દ્વેષના પણ સંબન્ધ થઈ જાય છે. દુનિયામાં સ્વાર્થના પ્રેમ કોઇની સાથે સદાકાલ રહ્યો નથી અને રહેવાને નથી.
પદાર્થોમાં સુખની ભ્રાન્તિથી અજ્ઞ જીવા વૈશ્વિક રાગને ધારણ
For Private And Personal Use Only