________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩૨ ) સર્વ ઉપાય કરી ચૂકી છું અને હવે તે મારૂ મન તલપાપડ થઈ રહ્યું છે. હે આનન્દઘનભૂત આત્મપ્રભો! તમને મળવાને હવે બીજે કંઈ ઉપાય બાકી રહ્યો નથી-આટલા આટલા ઉપાયથી પણ જો હવે તમે ન મળે તે હવે મારે શું કરવું? હવે તે જે તમે કહો તે કાશી જઈ કરવત લેઇને અન્ય ભવમાં પ્રત્યક્ષપણે મળવાનો સંકલ્પ કરું! અર્થાત હવે તે આજ છેલ્લામાં છેલ્લો ઉપાય તમે ફરમાવો તો કરું. આપને મળવાને માટે સર્વ વસ્તુઓને ભેગ મેં આપે છે, માટે હવે તમે મને જલદી મળે; એમ સમતાની વિજ્ઞપ્તિને સારાંશ છે.
કાશીના કરવત સંબધી એવી દંતકથા સાંભળવામાં આવે છે કે, કાશીમાં એક મોટો કૂવે છે અને ત્યાં મોટું કરવત છે, અસલના કેટલાક બ્રાહ્મણે તે સંબધી એવી માન્યતા ધરાવતા હતા કે, કોઈ મનુષ્યને કેાઈ જાતની ઈચ્છા હોય અને તે આભવમાં ફળતી ન હોય તો તેને અત્ર મસ્તકપર કરવત મૂકવામાં આવે તે પરભવમાં તે તે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે. કેઈને સુન્દર સ્ત્રીની ઈચ્છા હોય અને તેને આ ભવમાં સંબન્ધ ન થતો હોય તો તે “કાશી” મસ્તક પર કરવત મૂકવા જતે કરવત પાસે કેટલાક બ્રાહ્મણ રહેતા, તેઓ આવનાર મનુષ્યની પાસે કરવતની પૂજા કરાવીને ધન મૂકાવતા હતા. આવનાર મનુષ્યને કૂવાપર ઉભો કે બેઠે રાખીને તેના મસ્તક પર કરવત મૂકીને હેરી નાખવામાં આવતા હતા અને પશ્ચાત તેના શરીરને ઊંડા કૂવામાં નાખી દેવામાં આવતું હતું. આ રીતે અનેક સ્ત્રીઓ અને પુરૂષો પરભવમાં ઇચ્છિત સુખની આશાએ કાશીનું કરવત મસ્તકપર મૂકાવીને મરણ પામતા હતા, પણ બ્રીટીશ સરકારનું રાજ્ય થતાં તે કુરીવાજનો નિષેધ કરવામાં આવ્યો છે. આમ પરભવમાં પિતાના પતિને મળવાની આશાએ અનેક સ્ત્રીઓ કાશીમાં જઈ શીર્ષપર કરવત મૂકાવતી હતી. હાલ તે કરવતની જગ્યા છે અને તે કરવતને ઉંચું મૂકવામાં આવ્યું છે.
- સમતા, પોતાના આત્મપ્રભુને મળવા માટે છેવટે કાશીનું કરવત લેવાનું જણાવે છે; એ ઉપરથી એમ અવબોધાય છે કે, તેના મનમાં આત્મપ્રભુને મળવાને હદ બહારની ઈચ્છા થઈ રહી છે. આવું પાત્ર ગોઠવીને તેવા ઉદ્ધાર કાઢનાર, શ્રીમદ્ આનન્દઘનજીમાં પરમાત્મ પ્રભુને સાક્ષાત્ મળવાની કેટલી ઉત્કંઠા છે તે આ તેમના કાઢેલા શબ્દો ઉપરથી જણાઈ આવે છે. આ ભવમાં સાતમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરીને આત્માને પરોક્ષપણે મેળાપ કરી શકાય છે, પણ સાક્ષાત્ મેળાપ તો તેરમાં ગુણસ્થાનકમાં થાય છે. આ ભવમાં આત્મપ્રભુનાં
For Private And Personal Use Only