________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૮ )
મેળવે છે” કાળા માથાને મનુષ્ય શું કરી શકતો નથી? દુનિયામાં મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય પોતાની બુદ્ધિના અનુસારે ઇચ્છા કરે છે.-આધ્યાત્મિક માર્ગમાં પેઠેલાઓ આતરિક વસન્તની ઇચ્છા કર્યા કરે છે અને આન્તર વસન્તની સન્મુખ ગમન કરે છે. અનેક પ્રકારનાં સંકટો વેઠીને તેઓ આન્તર વસન્તને પ્રાપ્ત કરે છે. બાહ્ય સુખને ભેગ આપ્યાવિના આન્તરિક વસન્તમાં પ્રવેશ થઈ શકતો નથી..
પૂર્વકાલમાં આર્યાવર્તમાં–જેઓના હૃદયમાં વસન્તનો આવિર્ભાવ થયો હતો એવા અનેક મનુષ્યો હતા. અધ્યાત્મજ્ઞાનમાં મસ્ત બનીને વસન્તનાં સુખ ભોગવનારા અનેક મુનિવરે હતા, તેમજ મહાત્માઓના ઉપદેશથી આત્માના ગુણોને અંગીકાર કરનારા અને ગૃહસ્થ ધર્મ પાળનારા એવા ઘણું ગૃહસ્થ હતા. મહાત્માઓ સદાકાલ સત્ય બોલતા હતા અને ગૃહસ્થને સત્ય ઉપદેશ આપતા હતા. પૂર્વના લોકે ઘણું સરલ હિતા;-ઘરના બારણે તાળું વાસવાની પણ જરૂ૨ ધારતા ન હતા. તેઓ નિવૃત્તિ માર્ગના ઉપાસક હોવાથી સૉષ પૂર્વક આજીવિકા ચલાવતા હતા; પ્રાયઃ તેઓ સરલતા ધારક હોવાથી સત્ય માર્ગના સમુખ વિશેષતઃ ગમન કરતા હતા; મહાત્માઓ હતા તે, સત્યના પ્રેમી હોવાથી અસત્યનો ત્યાગ કરતાં વાર લગાડતા ન હતા. મુનિયો અને -ઉત્તમ શ્રાવકે અધ્યાત્મજ્ઞાનના રસીલા હતા તેથી, તેઓના વિચારથી આખા દેશ ઉપર સારી અસર થતી હતી અને તેથી કલેશ, યુદ્ધ વિગેરે દેશે આજના જેટલા ઉભવતા નહોતા. તેઓના મનમાં ધિર્મની અત્યંત શ્રદ્ધા હતી. પૂર્વના આર્ય જૈને શુદ્ધ પ્રેમના ઉપાસક હતા, તેથી તેઓ અન્ય મનુષ્યો ઉપર પણ ઉત્તમ અસર કરવા સમર્થ બન્યા હતા. પૂર્વના આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ ધર્મધ્યાનમાં મસ્ત રહેતા હતા, તેથી તેઓ વિશાલ ધર્મેદષ્ટિનો ત્યાગ કરીને પરસ્પર એક બીજા ઉપર ઈર્ષ્યા કરતા નહોતા. જેમ જેમ જ્ઞાન ઘટવા માંડ્યું અને અજ્ઞાન વધવા માંડ્યું તેમ તેમ આર્યજૈનમાં ધર્મના અનેક ગ૨છે. મતે, પ્રગટવા લાગ્યા અને અજ્ઞ છો, આત્મારૂપ સાધ્ય ભૂલીને-સારવિનાની કેટલીક બાબતોમાં લક્ષ્ય દેઈ-અવિવેકના માર્ગમાં પ્રયાણ કરવા લાગ્યા. ગચ્છની તકરારોમાં કેટલાક સાધુઓ પણ ફસાવા લાગ્યા, અર્થાત પિતપોતાનો પક્ષ પોષણ કરીને તેઓ પણ કલિકાલના પંજામાં ફસાવા લાગ્યા. આધ્યાત્મિક જ્ઞાનના વિરહે બાહ્ય વિદ્યાઓથી અહંવૃત્તિ ઉત્પન્ન થવા લાગી અને કેટલાક તેના ઉપાસક બન્યા. પૂર્વના મુનિવરોની વિશાળ દષ્ટિને ઠેકાણે
For Private And Personal Use Only