Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 794
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩૭ ) છે. શ્રીમદ્ આનન્દઘનજીએ આન્તરિક વસન્તઋતુનું વર્ણન આબેનુમ કર્યું છે. તેમણે આત્મજ્ઞાનરૂપ વસન્તઋતુને અન્તરમાં અનુભવ કરીને આવા ઉત્તમ ઉદ્ગારા કાઢ્યા છે, એમ લેખકના હૃદયમાં સ્પષ્ટ ભાસે છે. ક્ષયાપશમજ્ઞાનરૂપ વસન્તઋતુને તેમણે અનુભવ કરીને-અાના હૃદયમાં તેવા પ્રકારની વસન્તઋતુ પ્રગટે તેમાટે-આન્તર ઉદ્ગારે કાઢ્યા છે. શ્રીપ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરીને પશુઓ, દેવતાઓ અને મનુષ્યા સહુન જાનન્દને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક મનુષ્યે પેાતાના આત્મામાં વસન્તઋતુ પ્રગટાવવી હાય તા, જૈનાગમાના અભ્યાસ કરવા જોઇએ. શ્રીવીરપ્રભુના ઉપદેશ જ્યારે હૃદયમાં પરિણમે છે ત્યારે વસન્તઋતુ ખીલવા માંડે છે. માઘની વસન્તઋતુના આનન્દમાં પુરૂષ અને સ્ત્રીએ ગુલ્તાન અને છે, તેમ અન્તરની સાન વસન્તઋતુમાં પણ પુરૂષ અને સ્ત્રીએ ચુલ્તાન બને છે, આત્માના જ્ઞાનવસન્તમાં, અન્તરંગ ધર્મરૂચિની વૃદ્ધિ થતી જાય છે અને તેથી આત્માની પુષ્ટતા અને છે; અનુભવરસની ક્રીડાઓને આત્મા દરરોજ કર્યાં કરે છે. પેાતાના સહેજ સુખના સ્વાદથી આત્મા મસ્ત અને છે અને તેથી તે આનન્દમાં મસ્ત બનેલા લાગે છે. ઉપશમરસના સરેવરમાં આત્મા ક્રીડા કર્યાં કરે છે અને વેર, ક્રોધ, કલેશ વગેરેની મલીનતાને દૂર કરે છે. આત્મા પોતાના ધ્યાનરૂપ ગ્રૂપમાંથી આનન્દરસરૂપ જલ નીકળ્યા કરે છે તેનું પાન કરે છે. સહજ સન્તાષ સમાધિરૂપ પલંગમાં પડીને તે પરભાવ દશાનું ભાન ભૂલી જાય છે. પ્રભુના જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી ક્ષુદ્ર દોષરૂપ જંતુઓના ઉપદ્રવ રહેતા નથી. પ્રભુના જ્ઞાનવસન્તમાં આત્મા પરભાવ રમણતારૂપ પ્રપંચતાને પરિહરે છે અને પેાતાના શુદ્ધ ધર્મરૂપ નૈવેદ્યના ભાક્તા અને છે. આત્માનીસાથે દયા, વૈરાગ્ય પરિશુતિ, સત્યપશ્થિતિ, વિવેકવૃત્તિ, શાન્તિ, ગુપ્તિ, મુક્તિ, સમિતિ, શ્રદ્ધા, શુભવાસના, શુ પ્રેમવૃત્તિ, ઉજાગરતા, અને વિશ્વવત્સલતા આદિ અનેક સ્ત્રીઓ- અનુભવ માગમાં કેલિ કરે છે અને તેથી આત્માને જે સુખ થાય છે તેનું વર્ણન મુખથી થઈ શકતું નથી. એકવાર આન્તર વસન્તના આનન્દ લેતાં અનેક ભવની દુ:ખ પરંપરાના નાશ થાયછે અને સુખપર આનન્દની લાલીનું નૂર ઝલકયા કરે છે. જે મનુષ્યા આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મનુષ્ય આત્મિક વસન્તને પ્રાપ્ત કરે છે. આનન્દા મહાસાગર જેમાં વાસ કરે છે એવી વસન્તઋતુને પ્રાપ્ત કરવા સદાકાલ પ્રયત્ન કરવા જોઇએ. “મનુષ્ય જે વસ્તુનેમાટે પ્રયત્ન કરે છે તે વસ્તુને ભ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812