________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪૦ ) કરવું જોઈએ અને સાધુઓએ સાધુના આચારનો ત્યાગ ન કરવો. જોઈએ. સાધુઓએ અને શ્રાવકેએ પિતાના અધિકારપ્રમાણે જૈનધર્મની ઉન્નતિનાં જે જે કાર્યો કરવાનાં હોય તે કરવાં જોઈએ. અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસ કરીને શુષ્ક અધ્યાત્મી બનવાથી જૈનશાસનની આરાધના થઈ શકતી નથી, તેમજ એકાન્ત વ્યવહાર આચારને ગાડરીયા પ્રવાહની પેઠે સેવીને શુષ્ક કિયા જડ બનવાથી જૈનધર્મની આરાધના થતી નથી. અધ્યાત્મજ્ઞાનવડે આત્માના ગુણે પ્રકટાવવા અને આત્માને લાગેલાં કર્મો હઠાવવા સદાકાલ પ્રયત્ન કરો. વ્યવહારનય અને નિશ્ચયનય એ બન્નેને મેળ કરીને ધર્મની પ્રવૃત્તિ કરવી. નિશ્ચયનય છે તે સૂર્ય સમાન છે અને વ્યવહારનય છે તે ચદ્ર સમાન છે. ચન્દ્ર અને સૂર્યવિના જેમ જગત શેભી શકતું નથી, તેમ વ્યવહાર અને નિશ્ચયવિના જૈનધર્મ શોભી શકતો નથી.
ઘણાકાલપર્યન્ત અધ્યાત્મજ્ઞાનનું પરિશીલન કરવાથી અધ્યાત્મજ્ઞાનની પકવતા થાય છે. આત્મા ખરેખર સ્વસત્તાથી પરમાત્મા છે; માટે હું સહં એ શબદવડે આત્માનું ધ્યાન ધરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણેને આત્મામાં પ્રકટાવવા પ્રયત્ન કરવો. ૫રભાવની પરિણતિ ટાળીને આત્માની શુદ્ધ પરિણતિ ધારવા સદાકાલ પ્રયતા કરે. શ્રાવકે શ્રાવકનાં વતે ધારણ કરીને આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી અને સાધુએ પંચમહાવ્રતને યથાશક્તિ પાળીને આત્માને શુદ્ધ ધર્મ પ્રગટાવવા ધર્મધ્યાન ધરવું. ઉત્સર્ગ અને અપવાદને બોધ કરીને શુદ્ધ ચારિત્ર પાળવા ઉદ્યમશીલ થવું. ધારણું, ધ્યાન અને સમાધિવડે આત્માના શુદ્ધ ધર્મને પ્રગટાવવા સદાકાલ પ્રયત્ન કરવો. વીતરાગ દેવની ભક્તિ-સેવા કરીને પોતાના આત્માની વીતરાગ દશા પ્રગટાવવી. આત્મામાં સ્થિર થઈને જૈનશાસનની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો. શ્રીભદ્રબાહુ, હેમચન્દ્રસૂરિ, હીરવિજયસૂરિ અને યશેવિજય ઉપાધ્યાયના પગલે ચાલીને વ્યવહાર ધર્મની શોભા વધારવી. શ્રીમદ્ આનન્દઘનના પગલે ચાલીને આત્મામાં રહેલી વસંતઋતુ પ્રગટાવીને અનન્ત સુખના ભેગી બનવું; એજ અધ્યાત્મજ્ઞાનના ઉપાસકેનું પરમ કર્તવ્ય છે.
શ્રીમદ્દ હવે શ્રી પાર્શ્વનું અન્ય મંગલ કરીને પદની સમાપ્તિ કરે છે તે અત્ર દર્શાવવામાં આવે છે,
For Private And Personal Use Only