________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૪) શાસ્ત્રોને અભ્યાસ કરીને પણ કેટલાક-દોષ દૃષ્ટિથી–અન્ય જીવોની સાથે યુદ્ધમાં ઉતરનારા ઘણા દેખવામાં આવે છે, પણ આત્માના શુદ્ધ ગુણો પ્રગટ કરનારા વિરલા છે. આત્માની દયા કરો ! આત્માની દયા કરે! એમ બોલીને આત્માની દયાનું નામ દઈને અન્ય જીવોના હૃદયમાં અનેક પ્રકારના ઘા કરનારા મનુષ્ય મેહની સાથે યુદ્ધ કરી શકતા નથી; તેમજ જેઓના હૃદયમાં આત્માને વિશ્વાસ નથી અને પરભાવમાં જેઓ સદાકાલ આસક્ત રહે છે, તેવા મનુષ્યપણું મેહની સાથે યુદ્ધમાં ઉતરી શકતા નથી. જેઓની આત્મદષ્ટિ જાગ્રત્ થઈ છે અને જેઓની દષ્ટિ વસ્તુતઃ આત્મામાંજ ઠરે છે, તેઓ પરમાત્મા પ્રભુનાં–પક્ષ દશામાં-દર્શન કરવાને શક્તિમાન થાય છે. સિદ્ધાન્તને અભ્યાસ કરીને અન્યની સાથે વિવાદ, કલેશ અને પક્ષ બાંધનારાઓ, પિતાની મેળે મેહ રાજાના તાબે થાય છે. જેઓ નામ રૂપમાં મેહ પામે છે અને તેના માટે જ સર્વપ્રકારની ધર્મક્ષિાઓ કરે છે, તેઓ પણ કાચના કકડાને માટે ચિંતામણિ રતને હારે છે. મનુષ્યની જીંદગીમાં સગુણને જ પ્રકટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માના સગુણાનું ક્ષણે ક્ષણે સ્મરણ કરવાની જરૂર છે. આત્માની ક્યિા અને જડની ક્રિયાને ભેદ પાડીને આત્માના ગુણોની ક્યિા કરવી જોઈએ. જેઓ આત્માના ગુણેની વાતો કરે છે અને પરની પંચાતે તથા ખટપટમાં જીવન વ્યતીત કરે છે, તેઓ આત્માના આનન્દગુણને અનુભવ કરી શકતા નથી. કેટલાક મનુષ્યો, ધર્મની બાહ્યક્તિાઓને વિવાદમાં પડીને કલેશની ઉદીરણું કરે છે અને હજારે મનુષ્યોને કર્મયુદ્ધમાં દોરે છે, તેઓ પણ આત્માના સગુણે પ્રતિ અત્યંત રૂચિ ધારણ કરી શકતા નથી. આત્માના ઉપર જેઓને અત્યંત પ્રેમ છે તેઓ આનન્દને મૂકીને કલેશના ખાડામાં ઉતરવાને માટે પ્રયત્ન કરતા નથી.
જવસ્તુઓથી હું–આત્મા–ન્યારો છું, સત્તાએ હું સિદ્ધ પરમાત્મા સરખો છું, મારું સ્વરૂપ મારામાં છે, અનંત સુખનું ધામ હું આત્મા છું; આ પ્રમાણે ભાવના ભાવીને આત્માને અનુભવ કરનારાએ ખરેખર આત્માનું અનુભવદર્શન પ્રાપ્ત કરે છે. આત્માને આમભાવે જાણીને આત્મદશામાં સ્થિરતા કરવી, એજ આત્માની ઉન્નતિનો સરલ માર્ગ છે. આત્મામાં સ્થિરતા કરવા માટે જે યોગીઓ ધ્યાન ધરે છે તેઓ આત્માની શક્તિને પ્રગટાવી શકે છે અને જગતમાં અનેક ચમકારે દેખાડવા સમર્થ પણ બને છે. મેરૂ પર્વતને કંપાયમાન કરનાર અને સાગરને લેભાવનાર (ખળભળાવનાર) એવા અપૂર્વ ચમત્કારનું ધામભૂત આત્મા છે. દુનિયામાં અનેક લબ્ધિ અને સિદ્ધિની વાતો સાંભળવામાં આવે છે, તે પણ આત્મામાંથી પ્રગટે છે. આત્માને મૂકીને
For Private And Personal Use Only