________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
કરીને તે પદાર્થાંની પ્રાપ્તિ માટે અન્યોના દાસ અને છે. તેા પણ તેએનું અન્ને દાસપણું તે ટળતું નથી. અશુભ પ્રેમથી મનુષ્યો અનન્ત સુખરૂપ પેાતાના આત્માને અવલોકી શકતા નથી. જે મનુષ્ય આત્મા તરફ વળ્યા નથી તેઓને તે પોતાનુંજ અથ કાર્ય સત્ય લાગે છે અને તેથી તેએ આત્મજ્ઞાનિયાને ભ્રમિત થએલા માને છે. વિષયપ્રેમના સંસ્કાર ટાળવા એ કંઇ સામાન્ય બાબત નથી. વૈષયિક પ્રેમને અશુભ જાણુવામાં આવે છે તેાપણુ અનાદિકાલથી તેનું પ્રબલ તેર હોવાથી તેની સ્ફુરણા પ્રગટ્યા કરે છે. સ્વમમાં પણ અશુભ પ્રેમના સંસ્કારો જાગ્રત્ થઇને મન અને કાયા ઉપર પેાતાનું સામ્રાજ્ય પ્રવર્તાવવા બાકી રાખતા નથી. વૈષયિક પ્રેમનેા નાશ એકદમ થતુ નથી. વૈષયિક પ્રેમને ત્યાગ કરવા જોઇએ; એમ ઉપદેશ દેનારાઓ પણ વૈયિક પ્રેમના દાસ બની ગએલા દેખવામાં આવે છે. વૈયિક પ્રેમને! નાશ કરવામાટે મનુષ્યા વૈષયિક પ્રેમની નિન્દા કરે છે અને તેને ધિક્કારે છે, તેપણ પુનઃ તેને સેવે છે. અને વિષય પ્રેમના સેવક તરીકે જગત્માં જાહેર થાય છે. ઔદારિક શરીરના યોગે પાંચે ઇન્દ્રિયાદ્વારા વિષયમાં પ્રવૃત્તિ થાયછે, તેમજ ભેગાવલી કર્મના ઉદયથી વિષયભાગમાં પ્રવૃત્તિ થાય છે; પણ તેમાં જેએ-એવા પ્રસંગે પણ-રાગ ધારણ કરતા નથી, તે અન્ત વૈષયિક પ્રેમથી છૂટે છે; તેમજ સાંસારિક દુઃખોથી પણ છૂટે છે. દુનિયામાં જડપદાર્થો જ્યાં ત્યાં દેખાવાના, તેમજ તે પેાતાના સ્વભાવે રહેવાના, માટે જ્ઞાનીઓએ તેઓમાં વૈષયિક પ્રેમ કરવા નહીં; એટલુંજ અત્ર કહેવાનું તાત્પર્ય છે. વૈષયિક પ્રેમદષ્ટિથી જડ પદાર્થોને અવલોકવા ન જોઇએ. પદાર્થોના સ્વભાવ પ્રમાણે પદાથાને અવલેાકવા તેમાં કંઈ હરકત નથી, કારણ કે વસ્તુના ધર્મોને સમ્યક્ જાણવા તે તે સમ્યજ્ઞાન જાણવું–રાગ અને દ્વેષવિના વસ્તુને વસ્તુના સ્વભાવ પ્રમાણે અવલાકથી એતા ખરેખર ઉત્તમ જ્ઞાન થાય છે. દરેક પદાર્થોનું સ્વરૂપ જાણવાની જ્ઞાનરૂચિ આદરવાયોગ્ય છે, પણ તેમાં રાગ ધારણ કરવા જોઇએ નહિ. વૈષિયક પ્રેમના ત્યાગ કરવાથી ખરી શાન્તિ અને સત્ય આનંદ પ્રકટેછે.
અશુભ વૈષયિક પ્રેમના ત્યાગ કરવાના સરસ ઉપાય એ છે કે, સત્ય ધર્મના હેતુઓમાં રાગ વા પ્રેમ ધારણ કરવા. કોઈપણ પ્રકારની સાંસારિક સુખની આશાત્રિના દેવ ગુરૂ અને ધર્મ ઉપર અને તેના હેતુઓપર જે રાગ ધારણ કરવામાં આવે છે, તેને પ્રશસ્ય પ્રેમ વા પ્રશસ્ય રાગ કહેવામાં આવે છે. પ્રશસ્ય ધર્મ હેતુઓ ઉપર અને
For Private And Personal Use Only