________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અનાદિકાલથી પ્રાણીઓ વિષયપ્રેમથી કર્મની પરંપરા વધારીને સંસારમાં પરિભ્રમણ કરે છે. વિષયપ્રેમ વા વિષયરાગથી મનુષ્યો પેાતાના ગુણાના નાશ કરે છે. વિષયા ખરેખર વિષના કરતાં પણ અનંતગુણુ અશુભ છે. વિષથી એક ભવમાં મરવું પડે છે અને વિષયથી તે અનંતભવપર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. વિષનું ભક્ષણ કર્યાંથી પ્રાણના નારા થાય છે અને વિષયનું તેા સ્મરણ કરવામાત્રથી દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણુના નાશ થાય છે. જે મનુષ્યા, પ્રેમલક્ષણાભક્તિના પાંચ ઇન્દ્રિયાના વિષયભાગમાં ઉપયોગ કરે છે, તે દુર્ગતિમાં પ્રવેશ કરે છે. અનાદિકાલથી જીવા પરવસ્તુઓમાં પ્રેમ ધારણ કરે છે પણ તેથી અર્થાત્ પરવસ્તુઆથી તેમને સુખ મળતું નથી, તેમજ પરવસ્તુને પ્રેમ ક્ષણિક હાવાથી અદલાયાવિના રહેતા નથી. વિષયપ્રેમમાં મસ્ત બનેલા અજ્ઞાની જીવેા વિષયના કીડા બનીને કીડાની પેઠે સંસારમાં અનેક પ્રકારનાં દુઃખા પ્રાપ્ત કરે છે. વિષયના પ્રેમથી મનુષ્યો અનેક પ્રકારનાં પાપટ્ટ ત્યાને આચરે છે. વિષય પ્રેમથી અનેક વસ્તુઓની પ્રાપ્તિ કરવા ઈચ્છાઆ પ્રગટે છે અને તેથી પ્રસંગોપાત્ત ઇચ્છાઓની પૂર્તિમાટે અન્ય દેશયેપણ સેવ્યાવિના છૂટકો થતા નથી. વિષયના પ્રેમથી મનુખ્ય કયાં પાપ સેવી શકતા નથી ? અર્થાત્ સર્વ પાપ કરે છે. હલાહલ વિશ્વસમાન એવા વિષયના પ્રેમથી દૂર રહેવા પ્રયત્ન કરવા જોઇએ. જડવસ્તુઓના ભાગથી કદી જીવને શાન્તિ થઈ નથી અને ભવિષ્યમાં કાઈ પણ જીવને શાન્તિ થનાર નથી. તેમજ પરવસ્તુઓના પ્રેમથી મનુષ્યોને પ્રસંગોપાત્ત-પ્રતિકૂલ સંયોગેોપર-દ્વેષ પણ થાય છે. પરવસ્તુઓના રાગ કરવામાં એક અશ માત્ર પણ સુખ જણાતું નથી. રાવણે સીતાના ઉપર વૈખિયેક રાગ ધારણ કર્યો, તેનું ફળ કેવું ખરાબ આવ્યું તે સર્વે જાણે છે. તિલકશેઠે ધાન્યના ઉપર અશુભ રાગ ધારણ કર્યો તેનું ફળ ખરાબ આવ્યું હતું. પરવસ્તુના રાગવડે સ્વાર્થની બુદ્ધિ પ્રગટે છે અન તેથી મનુષ્યો અનેક જીવેાના પ્રાણ હરીને પેાતાનું સારૂં ઈચ્છે છે. સ્વાર્થિક પ્રેમથી અન્ય મનુષ્યોને દુઃખ આપવામાં આત્મબળના ઉપયાગ થાય છે. જે પરવસ્તુ ઉપર રાગ ધારણ કરે છે તે ચન્તામણિ રત્નને બદલે કાચને ગ્રહણ કરે છે. જે મનુષ્યો જડ વસ્તુઓની જડતા અને ક્ષણિકતા નથી જાણતા તેજ તેમાં માહ પામે છે. સર્વ દોષનું મૂળ ખરેખર વૈયિક પ્રેમ છે.
આ સંસારમાં સદાકાળ આત્માને સ્થિર કરનાર વૈષયિક પ્રેમ છે. તેના સંબન્ધે કોઈ સુખીઓ થયા નથી અને કોઈ થનાર નથી. પુત્ર, ધન, સ્ત્રી, કુટુંબ આદિ ઉપર અપ્રશસ્ય પ્રેમ વા રાગના બંધનથી બંધાયલા જીવા ખરેખર સંસારરૂપ કેદખાનાથી છૂટા થઈ શકતા નથી.
For Private And Personal Use Only