________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પરર) હઠાવી શકાય નહિ. આ પ્રમાણે મારા મનની પ્રેમદશાનો અનુભવ કથીને સુણુવું છું કે હે અનુભવ ! હવે તે આત્મપ્રીતમવિના મારે પ્રાણુ આ ઠેકાણેજ જતો રહેશે. સમતાની સર્વ વાત સાંભળીને અનુભવ કહે છે કે, જે જન આતુર છે અને જેનામાં ચાતુરી અર્થાત ચાતુર્ય છે તેનાથી આનન્દના ઘન એવા આત્મારૂપ પરમાત્મસ્વામી દૂર નથી.
સમતાનું અનુભવ પ્રતિ જે સંભાષણ ચાલે છે તેમાં એમ અનુભવાય છે કે, સમતા પિતાના સ્વામિની સાથે જે પ્રેમ ધારણ કરી શકે છે તેનું વર્ણન થઈ શકવું મુશ્કેલ છે. મનવૃત્તિને જ્યાં અત્યન્ત પ્રેમરસ પડે છે ત્યાં કઈ તરફનું વિધ્ર ગણ્યા વિના ચાલી જાય છે. આજ કારણથી કહેવામાં આવ્યું છે કે “જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે, જ્યાં પ્રેમ છે ત્યાં આકર્ષણ છે” સમતાના મનમાં જેની તુલના ન થાય એટલે બધે પ્રેમ છે તેથી તે આ પ્રમાણે જેવું છે તેવું કથે છે. હાથી પિતાના મનથી જ્યારે હાથણને દેખી મસ્ત બને છે, ત્યારે મહાવતે કરેલા અંકુશના પ્રહારને પણ તે હીસાબમાં ગણતો નથી. સમતાનું મન પણ આત્માના ઉપર પ્રેમમસ્ત બની ગયું છે તેથી તે પાછું હતું નથી; એમ સમતાનું કહેવું સત્યતાવડે યુક્ત છે.
- સમતા આ પ્રમાણે અનુભવને આત્મવૃત્તાંત નિવેદન કરે છે. અનુભવ એ આત્માનો આતરિક મિત્ર છે. સમતાની પાસે અનુભવ આવી શકે છે-સમતાની વાર્તા અનુભવવિના કોઈ શ્રવણ કરવાને લાયક નથી; આમ મનમાં સમતા જાણી શકે છે, તેથી તે આ પ્રમાણે કહે છે. આત્માના સ્વરૂપમાં થનાર પ્રમ, ઉપરઉપરના ગુણસ્થાનકમાં અનંતગુણ વિશુદ્ધ બને છે--આત્માને અને સમતાને ઐક્યભાવ કરાવી આપનાર ખરેખર-આત્મામાં ઉત્પન્ન થનાર શુદ્ધ પ્રેમજ છે. બાહ્યવસ્તુનો જે પ્રેમ છે તેને વિષપ્રેમ કહેવામાં આવે છે અને આત્માના સદ્ગુણો અને તે સદ્દગુણના નિમિત્ત ઉપર થનાર પ્રેમને અમૃતપ્રેમ કહેવામાં આવે છે. બાહ્યમાં સુખની ભ્રાંતિથી જે પ્રેમ થાય છે તેનાથી અન્ત વિષની પેઠે દુઃખજ પ્રાપ્ત થાય છે. આત્માના ઉપર જેમ જેમ પ્રેમ વધતા જાય છે તેમ તેમ શુકલેશ્યાની ઉજજવલતા વૃદ્ધિ પામે છે. આત્માની ઉપર થનાર શુદ્ધ પ્રેમ ખરેખર ચન્દ્રની ચાંદનીની પેઠે આનન્દ આપ્યાવિના રહેતો નથી. બાહ્ય વસ્તુઓને પ્રેમ વિષની પેઠે અવબોધીને તેને ત્યાગ કરવા પ્રયત્ન કર જોઈએ. શ્રીમદ્દ દેવચન્દ્ર ઉપાધ્યાય તે સંબધી ઋષભદેવના સ્તવનમાં જણાવે છે કે
प्रीति अनादिनी विषभरी, ते रीते हो करवा मुजभाव ॥ જેવી નિર્વાણ તિથી, વિન ઝરતે હો ો ર વનાર કામ
For Private And Personal Use Only