________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૨૦ ) પણ ભિન્ન ભિન્ન અવેલેકીને મનમાં વિચાર કરો કે –તેઓને મતિના અનુસારે જેટલું સુજે છે તેટલું કહે છે. અને તે પોતાની શક્તિને તપાસ કરીને તેઓને ધર્મને સત્યમાર્ગ ગ્રહણ કરવામાં સહાય આપવી. જેમ જેમ રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે અને માધ્યસ્થવૃત્તિ પ્રગટે છે તેમ તેમ વીતરાગની વાણીનો અનુભવ પ્રકટતો જાય છે. અનેક પ્રકારના ભિન્ન ભિન્ન એકાન્ત મતરૂપ મહાસાગરમાં પ્રવેશનારા અા મનુષે ડુબી જાય છે. આત્માની શક્તિઓનો વિકાસ કરે છે તે અનેક નોની સાપેક્ષતાએ ધર્મરહસ્યને અવબોધવું જોઈએ. જૈનધર્મમાં અનેક મતભેદ પડ્યા છે તો પણ સર્વેનું સાધ્યબિન્દુ આત્માના ગુણેને પ્રકાશ કરે તેજ છે. આત્માના જ્ઞાનાદિ ગુણેને પ્રકાશ કરવા માટે સર્વ પ્રકારની બાહ્ય રમણુતા ટાળવાની જરૂર છે. બાહ્ય રમભુતામાં અનેક દેષને દેખતાં છતાં પણ તેમાં રમણતા થાય છે આનું શું કારણ? આના ઉત્તરમાં કહેવાનું કે આત્મામાં રમણતા કરવામાં સુખ છે એમ નિશ્ચય થતું નથી ત્યાંસુધી, પર રમણતામાં વિશ્વાસ રહે છે. આત્મામાં રમણતા કરવાથી અનંત સુખને ભેગ મળે છે એમ નિશ્ચય થતાં, આત્મામાં રમણતા થવાની અને તેથી પર રમણતાની ટેવ સહેજે છૂટી જવાની. હે વિચક્ષણમુનિ ! તારૂં છેલ્લામાં છેલ્લું આ કાર્ય છે, માટે આત્મામાં પૂર્ણપ્રેમથી રમણુતા કર. સર્વ સિદ્ધા. તને સારપણું એ છે કે, આત્મામાં રમતા કરવી. આત્મામાં રમ
તા કરતાં છતાં પારમાર્થિક કાર્યો પણું કરતા રહેવું. અનેકાન્ત માર્ગથી ઉત્સર્ગ અને અપવાદને નિશ્ચય કરીને આમધર્મની સાધના સાધવી. છેવટમાં કહેવાનું કે તારા નિશ્ચય પ્રમાણે પ્રવૃત્તિ સ્થંકર. - વિચક્ષણ–હે પરમપકારક મુનિરાજ ! આપનો બોધ સાંભળીને હું આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રેમી બન્યો છું અને હવે દુનિયાની લાજ, ભય આદિને છેડીને હું મારા આત્માના-શુદ્ધધર્મની સેવા કરીશ. સમતા કહે છે કે, ચેતનમુનિએ વિચક્ષણ મુનિને જે ઉપદેશ આપ્યો છે તે મનન કરવા યોગ્ય છે. વિચક્ષણ મુનિએ આત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને આત્મા ઉપર અત્યન્ત પ્રેમ ધારણ કર્યો અને દુનિયાને રીજવવાનો પ્રયત્ન છેડી દીધે, તેમજ તેણે દુનિયાની લાજ છોડી દીધી તે પ્રમાણે મને પણ આત્માના ઉપર અત્યંત પ્રેમ ધારણ કરાવીને દુનિયાની લજજા છેડાવી દીધી.
વિકલ્પ સંકલ્પવાળું મન પણ પોતાની ચંચળતાનો પરિહાર કરીને આત્માના ઉપર અત્યન્ત પ્રેમી બની ગયું અને આત્મામાં જ સ્થિરતાને અનુભવ કરવા લાગ્યું, એટલું જ નહિ પણ તેણે પિતે
For Private And Personal Use Only