Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 776
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ક૨. અસંખ્ય પ્રદેશી આમપ્રભુની સેવાના કર્યા કર, તારા સંબધી દુનિયા ગમે તે કહે તેને સાંભળવાની ઈચ્છા પણ ન રાખ. હારી સાધનામાં અત્યત પ્રેત્સાહથી મંડ્યો રહે. દુનિયામાં સાધુ અગર સાધી વા અન્યમનુષ્યો જે કંઈ ધર્મપ્રવૃત્તિ કરતાં હોય તેની અનુમંદના કર અને બને તે તેમના અધિકારપ્રમાણે ધર્મસાધનામાં સહાય આપ. આત્મદષ્ટિથી સર્વ જીવોને દેખ્યા કર અને તારા નિશ્ચયને તું દઢપણે વળગી રહે. જે મનુષ્ય પોતાના નિશ્ચયથી ડગી જાય છે, અર્થાત્ ઘારના ખીલાની પેઠે ક્ષણે ક્ષણે ડગી જાય છે તેઓ સ્વનિશ્ચયના સાધક બની શકતા નથી. હરાયા ઢોરની પેઠે સર્વ મનુષ્યોની આગળ સંશયાત્મા થઈને પરિભ્રમણું ન કર. પોતાને માટે આત્મસાક્ષીએ જે નિશ્ચય કરવામાં આવ્યો હોય તે ખરે જાણો. “ઘણે ડાહ્ય ઘણે ખરડાય ” આ કહેવત અનિશ્રય બુદ્ધિધારક મનુષ્યોને લાગુ પડે છે. જે થાય છે તે સારા માટે થાય છે એમ નિશ્ચય કરીને પિતાના પર આવી પડેલી ઉપાધિયોને સહન કર. તને જે જે ધર્મક્રિયાઓ યોગ્ય લાગે તે કર્યા કર. સર્વ ક્રિયાઓનો તાત્પયર્થ એ છે કે, આમાના અનન્તગુણોને પ્રકટ કરવા. વરવિનાની જાન નકામી છે, અર્થાત્ આત્માને મૂળ સાધ્યભૂત અવબોધીને યોગ્ય એવી ધર્મપ્રવૃત્તિને કર્યા કર—દુનિયામાં સમ્યકત્વ, મિથ્યાત્વ, તેમજ સમ્યકત્વ અને મિથ્યાત્વના આચારે પ્રવત્ય કરે છે. જેટલું બને તેટલું સ્વાભહિત સાધ્યા કર અને આત્મપુરૂષાર્થથી અન્યને પણ સહાય આપ્યા કર. તારા નિશ્ચયને મેરૂ પર્વતની પેઠે હદયમાં સ્થિરપણે ધારણ કરે. પોતાના નિશ્ચયવિના આત્મબળ પ્રગટતું નથી. પિતાનો નિશ્ચય ખરેખર પિતાને પરમાત્મા બનાવવાને માટે સમર્થ થાય છે. મનુષ્યને આત્મનિશ્ચયવિના કેઈપણ કાર્યમાં વિજય મળતો નથી. જેનો નિશ્ચય ડગી જાય છે તે મહાપુરૂષ બની શકતે નથી. દુનિયામાં મનુષ્યોના ભિન્ન ભિન્ન વિચારે થાય છે તે તેમની યોગ્યતા પ્રમાણે થાય છે એમ અવધીને પિતાના નિશ્ચયથી જરામાત્ર ડગવું નહી. આગ પ્રમાણે આ કાલમાં સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાઓને સંપૂર્ણપણે કરવાને પ્રાયઃ કઈ શક્તિમાન નથી. ધાર્મિક આદિ ક્રિયાઓ ખરેખર સર્વને માટે એકસરખી નથી, માટે મનુષ્યના અનેક મત દેખીને નોની સાપેક્ષતાએ તેમાંથી સાર ગ્રહણ કરે, પણ કદી શંકાશીલ થવું નહિ. સાધુઓની પણ ભિન્ન ભિન્ન ગ૭મતથી ભિન્ન ભિન્ન ધર્મકિયાઓ દેખીને તથા તેમના બાહ્ય ક્રિયાઓના વિચારે આદિની ભિન્નતા અવલોકીને નોની સાપેક્ષાએ તે જીવોની મતિ, રૂચિ અને તેઓના અધિકારને જાણી, શાન્ત અને નિશંક બનવું. દુનિયામાં સાધુઓની ધર્મની દુકાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812