________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૧) ચંચળ છતાં આત્મામાં પ્રેમ ધારણ કરીને દુનિયાની લાજ છોડી દીધી, એ જેવું તેવું કાર્ય ગણાય નહિ. - સમતા કર્થ છે કે, મને લજજાએ છોડી દીધિ અને કાને તે પિતાના ઉપર પછેડો ઓઢો, અર્થાત્ હવે આત્માવિનાની દુનિયાની વાત સાંભળવી નહિ એવો નિશ્ચય કર્યો. કાન દુનિયાની વાત શ્રવણ કરીને થાકી ગયા; દુનિયાના અનેક શબ્દ સાંભળતાં તેને આનંદ થયે નહિ, કિન્તુ આત્માના સ્વરૂપની વાણી સાંભળતાં તેના મનમાં અત્યંત આનંદ થયો, તેથી તેણે નિશ્ચય કર્યો કે હવે આત્મધર્મવિનાના દુનિયાના શબ્દો શ્રવણ કરવામાં કંઈ માલ નથી. હરણું અને નાગની-શબ્દો સાંભળતાં જે દશા થાય છે તે દુનિયા જાણે છે. આત્માના ગુણેની વાત સાંભળતાં સહજાનન્દ પ્રગટે છે, એમ જાણે કાને નિશ્ચય કર્યો હોય એમ લાગે છે. આ પ્રમાણે ચક્ષ, મન અને કન્દ્રિય આદિ ઈન્દ્રિયો આત્માના ઉપર એટલી બધી પ્રેમી બની ગઈ છે કે, તેઓને હવે બાહ્યનો વ્યાપાર ગમતું નથી. ઇન્દ્રિયોની વૃત્તિ રૂપ ગોપીઓ ખરેખર આત્મરૂપ શ્રીકૃષ્ણના અભિમુખ થઈને તેની દાસીઓ બની ગઈ છે. મતિજ્ઞાનના ભેદવાળી એવી ઇન્દ્રિયો આત્મારૂપ શ્રીકૃષ્ણની ઉપાસનામાં તલ્લીન થઈ તેનું કારણ ખરેખર પ્રેમ છે. આવા ઉત્તમ પ્રેમનું સ્વરૂપ જે અનુભવે છે તે પણ કથી શકતો નથી. સમતા કહે છે કે સન્દ્રિોમાં પ્રેમરૂપ તત્ત્વ વ્યાપી રહ્યું અને તે ઉલ્લાસમાન થઈ ગયું, તેના યોગે તે ઈન્દ્રિયો આત્માની ઉપાસના કરીને અદ્વૈત આનંદ અનુભવતી હોય એવું જણાયું. આત્માના પ્રેમમાં ગરકાવ થએલી ઈન્દ્રિયની આવી દશા વર્ણવીને હવે, સમતા આગળ શું શું જણાવે છે તે સ્વયં દેખાડે છે.
अटक तनक नही काहूका, हटक न इक तिलकोर ॥ . हाथी आपमते अरे, पावे न महावत जोर ॥ हठीली० ॥ ३ ॥ सुन अनुभव प्रीतम बिना, प्राण जात इह ठांहि ॥ . है जन आतुर चातुरी, दुर आनन्दघन नांहि ॥ हठीली०॥४॥
ભાવાર્થ–સમતા વેન્દ્રિય આદિ- દ્વારા થતી પ્રશસ્ય પ્રેમવૃત્તિને જણાવીને હવે મુખ્યતયા મનની દશાનું વર્ણન કરતી છતી કથે છે કેમનને તૃણ જેટલે પણ કેઈને અટકાવ નથી, અને તે તિલના જેટલું પણ કોઈનાથી હઠતું નથી. હાથી પોતાના મતમાં હોય અથવા પિતે મદેન્મત્ત હોય ત્યારે મહાવતનું પણ જોર ચાલતું નથી, તેમ મન એટલુંબધુ આત્માની સાથે પ્રેમથી લયલીન થઈ ગયું છે કે, તેને કેઈનાથી
ભ, ૬૬.
For Private And Personal Use Only