________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) સમતાની ચક્ષુમાં આત્મપ્રભુને દેખવા માટે અત્યન્ત પ્રેમ છે અને તે કેટલે બધે છે તે જાણવું શક્તિની બહાર છે. ચક્ષમાં જ પ્રેમ છે એમ નથી, કિન્તુ તેના સર્વ પ્રદેશ પ્રેમ, પ્રેમને, પ્રેમ વ્યાપી રહ્યું છે.
સમતાની ચક્ષ, ખરેખર મગરની દૃષ્ટિ પેઠે આત્મપ્રભુને દેખવાને માટે ટમટમી રહી છે એ વાત પિતે નિવેદન કરે છે, તેથી અવબોધવાનું કે તેને પ્રેમ ખરેખર આત્મપતિ ઉપર જેવો છે તેને અનુભવ તે પિતેજ જાણી શકે છે. જેના આભામાં એવી ઉત્તમ સમતા ઉત્પન્ન થઈ હોય છે તે જ તેનો અનુભવ જાણી શકે છે. સમતાની દષ્ટિ ખરેખર નિમેષવિના એકીટસે આત્મપ્રભુને ધારીધારીને અવલેકે છે.
સમતા કથે છે કે, મનમાં પણ લજ્જાનો ડાઘો નથી. મન, અંશમાત્ર પણ લજજાને રાખ્યાવિના આત્મપ્રભુને અવલકવા અને આત્મપ્રભુને પોતાનામાં ધારણ કરવા ઉત્સાહવાળું થયું છે. ચક્ષુને આત્મપ્રભુની સાથે નિરંકશ પ્રેમ થયા બાદ મન પણ લાજ ત્યાગ કરીને આત્મસ્વામિપર પ્રેમ ધારણ કરવા લાગ્યું. આત્મપ્રભુપર જેને શુદ્ધપ્રેમ છે તેને દુનિયાથી શા માટે બીવું જોઈએ? દુનિયા પિતાના માટે શું કહેશે તેના વિચારમાંને વિચારમાં જેઓ લાજ પામીને પિતાના કાર્યથી પાછા હઠે છે, તેના જેવા જગતમાં કેઈ ફાતડા (નપુંસક) નથી. દુનિયાની લજજા ધારણ કરવાથી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી. સૂર મનુષ્યો દુનિયાના બોલ સામું જોતા નથી. જે દુનિયાના બેલ સાંભળીને તે આધારે પ્રવૃત્તિ કરવા ચાહે છે એવા દેઢચતુરે, ડરકમીચાંની પેઠે પુરૂષાર્થથી હીન થાય છે. શ્રી તીર્થકરના આચાર અને ઉપદેશ સંબન્ધી પણ દુનિયાને એકસરખે મત નથી, તે અન્ય સામાન્ય મનુષ્યોએબધી તે શું કહેવું? આ દાખલા તરીકે ગામ વચ્ચોવચ એક કુ ખેદા હોય અને તે રાંધી લોકેના અભિપ્રાય પૂછીએ તે સર્વના એકસરખા અભિપ્રાય મળી શકશે નહિ. કેઈ કહેશે કે કુ સાંકડે થે. કેઈ કહેશે કે કૂ પહોળે છે. કેઈ કહેશે કે અમુક ઠેકાણે અમુક ભૂલ રહી. કેઈ કહેશે કે અમુક ઠેકાણે ગવાક્ષ મૂકવાની જરૂર હતી. કેઈ કહેશે કે ક ન ખોદાવ્યો હોત તો સારું. આ પ્રમાણે જોતાં દુનિયાને કેઈપણ વસ્તુ માટે એકસરખે મત મળતો નથી. સાત પૂંછડીવાળા ઉંદરની કરિપત કથા તથા એક ઘડી અને તેના ઉપર બેસનાર બુદ્રા મીયાં અને તેના નાના પુત્રની કથા જોતાં સ્પષ્ટ કહેવું પડે છે કે, દુનિયાની ધ્યાનમાં એકસરખું કઈ પણું આવતું નથી.
For Private And Personal Use Only