________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) સંસારનગરમાં એક વિચક્ષણનામના મુનિ હતા; તે દુનિયાના બેલવા પર પ્રવૃત્તિ કરતા હતા. એક વખત તે ધર્મની યિાઓ કરતા હતા. કેટલાક લોકેએ કહ્યું કે જ્ઞાનવિના ક્રિયામાં કંઈ સાર નથી. ફેનગ્રાફ પણ બોલવાની ક્રિયા કર્યા કરે છે પણ તેથી તે કંઈ આનન્દને પ્રાપ્ત કરી શકતું નથી. લોકોને આવા શબ્દો સાંભળીને વિચક્ષણ મુનિએ જ્ઞાનને સ્વીકાર કર્યો. કેટલાક લેકોએ તેમને કહ્યું કે, જ્ઞાનમાં કંઈ સુખ નથી, જેઓ જ્ઞાની થાય છે તેઓ વિકલ્પસંકલ્પ કર્યા કરે છે, માટે જ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ અને શૂન્ય બેસી રહેવું જોઈએ. લેકેના બેલપર નાચનાર મુનિએ બેસી રહેવાનો અભ્યાસ પાડ્યો. કેટલાક લોકે તેમની નિન્દા કરવા લાગ્યા કે અરે ! આ સાધુ તે નકામો ખાઈપીને પડ્યો રહે છે અને દુનિયાની સેવા બજાવતું નથી. લોકેથી તેવી નિન્દા શ્રવણ કરીને મુનિએ અન્યોને ઉપદેશ દેવા માંડ્યો. કેટલાક લેકે નિન્દા કરવા લાગ્યા કે અરે ! આ સાધુ લોકોની પાસે વાહ વાહ કરાવવાને માટે ઉપદેશ આપે છે. દુનિયા છોડ્યા બાદ કેને ઉપદેશ દેઈ સંસારને સંબન્ધ બાંધે છે. વિચક્ષણમુનિ લેકેની નિન્દા સાંભળીને ઉપદેશ દેવાનું બંધ કરીને એકાન્ત જંગલમાં એકલા રહેવા લાગે. કેટલાક લોકો વિચક્ષણમુનિની આવી પ્રવૃત્તિ દેખીને નિન્દા કરવા લાગ્યા કે, વગડામાં તો અપશુઓ પડી રહે છે–તેની પેઠે વિચક્ષણમુનિ કરે છે. વગડામાં પડી રહેવાથી આત્માનું કલ્યાણ થતું હોત તે વ્યાઘનું પણ કલ્યાણ થવું જોઈએ. વિચક્ષણમુનિએ લેકની નિન્દાવાણી સાંભળીને લોકોને ખુશ કરવાને માટે એક મોટા સાધુઓના સમૂહમાં રહેવાનું શરૂ કર્યું. પાછા લેકે તેની નિન્દા કરવા લાગ્યા કે વિચક્ષણમુનિ વ્યવહારના કાર્યમાં પડી ગયા; સાધુઓની સાથે તડાકા મારીને જીવન ગાળે છે. વિચક્ષણમુનિએ લેકેની નિન્દા સાંભળીને લેક ખુશી થાય તે માટે મૌન ધારણ કર્યું. કેટલાક લોકો તેની આવી પ્રવૃત્તિ દેખીને કહેવા લાગ્યા કે અરે! વિચક્ષણમુનિ તો મૂક બની ગયા છે,-મૂગા જેવા થઈને-મૌન ધારણ કરવાથી કદી આત્મકલ્યાણ કરી શકાતું નથી. વિચક્ષણમુનિએ જાણ્યું કે લેકે “મૌન રહેવાથી, મારી ટીકા કરે છે, તેથી તેમણે પુનઃ અભ્યાસ શરૂ કર્યો. લેકે કહેવા લાગ્યા કે વિચક્ષણમુનિ તે વેદીયાઢેરની પેઠે હવે ગોખવા મંડી પડ્યા છે; વેદીયારની પેઠે બુમ પાડવાથી કદી આત્મકલ્યાણ થતું નથી. વિચક્ષણમુનિની પ્રવૃત્તિ ખરાબ થઈ ગઈ, એમ લેકની નિન્દા સાંભળીને, લેકે ખુશ થાય તે માટે, વિચક્ષણમુનિએ ધ્યાન કરવા માંડયું. વિચક્ષણમુનિની આવી પ્રવૃત્તિ દેખીને લોક નિન્દા કરવા લાગ્યા કે અરે! વિચક્ષણમુનિ તે
ભ. ૬૫
For Private And Personal Use Only