________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) નિશ્ચયમાર્ગમાં પેઠા છે. જેટલા ધ્યાની કહેવાય છે તેટલા ઢોંગી હોય છે, સ્થાનીઓ કદી સારા હોતા નથી ! કેટલાક લોકેએ વિચક્ષણમુનિને કહ્યું કે આપ ધ્યાનના ધતીંગમાં કેમ ફસાઈ ગયા છે? વ્યવહારમાર્ગને સે. વ્યહારધર્મને અંગીકાર કરે તે તમારું સારું કહેવાશે. વિચક્ષણમુનિએ લોકેની તે વાત કબુલ કરી અને ક્ષિાઓ કરવા લાગ્યા. કેટલાક લેકે કહેવા લાગ્યા કે વિચક્ષણમુનિનું ચિત્ત હવે ફરી ગયું છે. જડ વ્યવહારને આદરીને તેઓ જડ જેવા બની જવાના શરીર ક્ષણિક હેવાથી શરીરની ક્રિયા કરનારાઓ પણ ક્ષણિક બુદ્ધિવાળા જાણવા. જે કિયા જડ છે તેવડે થતું ફલ પણ જડરૂપ જાણવું. વિચક્ષણમુનિ બિચારા અજ્ઞાની બની ગયા. આ પ્રમાણે કેટલાકેની નિન્દા સાંભળીને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે, હવે શું કરવું કે જેથી સર્વ લોકે મારી પ્રવૃત્તિને એકસરખી રીતે સ્વીકારે? વિચક્ષણમુનિએ મનમાં અનેક વિચાર કર્યો પણ કઈરીતે તેને સત્ય સમજાયું નહિ. તેના મનમાં કઈ બાબતને નિશ્ચય થયો નહિ, ત્યારે સંસારનગરની બહાર એક વિવેક બાગ હતો તેની અંદર ગયા ત્યાં એક ચેતનનામના મુનિનું દર્શન થયું. ચેતનમુનિને નમસ્કાર કરીને વિચક્ષણમુનિ બેઠા અને વિનયથી પોતાના મનમાં રહેલી શંકાઓને નાશ કરવાને ચેતનમુનિને નીચે પ્રમાણે પૂછવું.
વિચક્ષણ–હે ચેતનમુનિ, આ સંસારમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી હોય છે તેથી સર્વ દુનિયા તેને એકસરખી રીતે સ્વીકારે? - ચેતન–હે મહાનુભાવ ! આ દુનિયામાં કેઈપણ બાબતમાં મતભેદ પડ્યાવિના રહેતો નથી, તેથી સર્વ દુનિયાને એકસરખી રીતે માન્ય થાય એવી કઈ પ્રવૃત્તિ વા એ કઈ વિચાર નથી.
વિચક્ષણ–દુનિયામાં દરેક જીવના ભિન્ન ભિન્ન મત હેવાનું શું કારણું છે?
ચેતનદરેક જીવને મતિજ્ઞાન જુદા જુદા પ્રકારનું છે, તેથી સર્વ જીવોની એકસરખી મતિ ન હોવાથી, જીવજીવના ભિન્ન ભિન્ન વિચારે હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. દરેક જીવને દરેક બાબતનો ક્ષોપશમ જુદા જુદા પ્રકાર હોય છે, તેથી એકસરખું સર્વ જીવોને રૂચે પણ નહિ અને એકસરખી કેઈપણ સિદ્ધાન્તની માન્યતા તેઓ સ્વીકારે પણ નહિ. વિશેષાવશ્યકમાં અનંત જીવોને ભિન્ન ભિન્ન મતિજ્ઞાન હોય છે તે આશ્રીને અનંતભેદ કહ્યા છે. - વિચક્ષણ –ધર્મના આચારો અને વિચારે સંબન્ધી સર્વના ભિન્ન ભિન્ન મતો કેમ પડે છે?
For Private And Personal Use Only