________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૧ ) આત્મપતિ ઉપર મારા કરતાં અત્યંત પ્રેમવાળી થઈને તેને દેખે છે, એમ સમતાને કથનાભિપ્રાય છે. કેઈને તે આંખો ફાડીને, પ્રિય વસ્તુને દેખવી પડે છે, પણ આંખે પ્રસંગોપાત્ત મીંચાઈ જાય છે, અર્થાત્ દેખવાના કાર્યથી થાકેલી હોય એમ જણાય છે. ચક્ષઓને, દેખવામાં પ્રવૃત્તિ કરાવ્યાવિના ચક્ષુઓ પોતાની મેળે દેખવા પ્રવૃત્તિ કરતી નથી. કેઈકવાર તે કેઈને દેખવાની મરજી છતાં આંખોને દેખવું ગમતું નથી. કેઈકજ આંખને પિતાના કબજામાં રાખી શકે છે. પિતાની મરજીવિના આંખ દેખવાનું કાર્ય કરી શકતી નથી. સમતાની દિવ્ય ચક્ષઓમાં તે વિચિત્રતા દેખાય છે. તે આંખેને વારે છે અને ના કહે છે છતાં આંખ ખરેખર પાછી હડતી નથી અને રૂદન કરીને આત્મસ્વામીને દેખવામાં લાગી રહી આન્તરિક ત્રાટકથી આત્મપ્રભુની સાથે તારતાર મેલાવે છે. આત્મપ્રભુ ઉપર આવો સમતાની આંખેથી આન્તરિક ત્રાટક થાય છે અને તેથી સહજ રાજગની સિદ્ધિ થાય છે. આન્તરિક દષ્ટિથી આત્મપ્રભુને દેખવામાં જે લય લાગે છે તેજ સહજ ચારિત્રગ વા રાજયોગને ભેદ ગણાય છે. આત્મપ્રભુને મળતાં બાહ્યઇન્દ્રિયો પણ બાહ્યવ્યાપાર તજીને, તેમજ બાહ્યરમણતા તજીને આન્તરિક આત્મપ્રભુતરફ ગમન કરવાને શક્તિમાન થાય છે. કહેવાનો સારાંશ એ છે કે, આત્માનું ઈદ્રિ દ્વારા બાહ્યમાં પરિણમેલું વીર્ય પણ પુકલનો સંગ છોડીને આત્માના મૂળધર્મમાં પરિણમે છે. આત્માની શક્તિ ઉપશમાદિભાવે પરિણામ પામે છે. છેવટે સર્વે ક્ષાયિકભાવે પરિણામ પામે છે. સમતાની ચક્ષુમાં પણ અત્યન્ત શુદ્ધપ્રેમને આવિભવ થવાથી તે સમતાનું કહ્યું ન માને અને તેને જેમાં આનંદ પડે છે એવા આત્મસ્વામિને દેખ્યાજ કરે, એ પ્રથમ કેટીના પ્રેમનું લક્ષણ જાણવું. આંખથી પ્રેમ જણાય છે;-મનુષ્ય એકબીજાને મળે છે ત્યારે ચક્ષદ્વારા પ્રેમ હોય છે તે જણાયાવિના રહેતું નથી. સ્ત્રીને સ્વામિની સાથે પ્રથમ ચક્ષથી પ્રેમ થાય છે. જેની આંખમાં પ્રેમ હોતો નથી તેના હૃદયમાં તે પ્રેમ હોયજ કયાંથી? વિદ્વાન ચક્ષ દેખીને પ્રેમની પરીક્ષા કરે છે. હજારે ચક્ષુઓમાંથી પણ પિતાના પર પ્રેમવાળી ચક્ષુએને પારખી શકાય છે. ચક્ષુનો પ્રેમ સિદ્ધ હોય છે તો આત્મ સ્વામિની સાથે ચક્ષુદ્વારા ત્રાટક કરીને અન્તરના મેળાપની તૈયારીઓ કરી શકાય છે. ચક્ષને પ્રેમ જ્યારે અત્યંત વધી જાય છે ત્યારે તે સ્વતંત્ર બળવાળે થઈને ચક્ષુઓને આત્મપ્રભુને દેખવામાં સ્થિર કરી દે છે અને આવતા વિક્ષેપોને પણ દૂર હઠાવી દે છે.
For Private And Personal Use Only