________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) જ્ઞાનવિનાના મનુષ્ય સંવરને પણ આશ્રયરૂપે પરિમાવે છે. કહેવાને સાર એ છે કે, તેઓ ધાર્મિક અને પારમાર્થિક કાર્યો કરતા છતા રાગ અને દ્વેષના પ્રવાહમાં ઘસડાઈ જાય છે. ઈષ્ય, વૈર, સ્કર્ષમાં અહંતા, પાપકર્ષ, નિન્દા અને હિંસા વગેરે દુર્ગુણેના તાબે તેઓ થઈ જાય છે. આત્મજ્ઞાનવિનાના સાધુઓ પણુધર્મસેવા, ધર્મક્રિયા, ઉપદેશ અને સંવરના હેતુઓમાં પ્રવૃત્તિ કરે છે તો પણ તેઓ પ્રસંગને પામી કષાયના વશ થઈ જાય છે, અને જૈન સાધુઓઉપર પણ શુદ્ધ પ્રેમ અને મૈત્રીભાવિના ધારણ કરવા શક્તિમાન્ થતા નથી. જૈનસંઘનાં કેટલાંક કાર્યોમાં મતભેદ થવાથી અન્તરમાં ખેદ ધારણ કરીને જૈનોને કલેશમાં ખેંચી શકે છે; એવી દશાથી તેઓ ભવિષ્યની સાધુસંતતિને ઉત્તમ સગુણોને વાર આપવાને માટે શક્તિમાન્ થતા નથી અને અનતે પાસસ્થા આદિ સંસાને પ્રાપ્ત કરી શકે છે. અજ્ઞાનદશામાં જે વ્યવહાર સેવાય છે તેના કરતાં, અધ્યાત્મજ્ઞાનાદિને પ્રાપ્ત કરીને નિષ્કામવૃત્તિથી પારમાર્થિક વ્યવહારમાર્ગને ઉત્તમ પ્રકારે સેવી શકાય છે, માટે અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિમાટે સાધુઓએ અને ગૃહસ્થોએ પ્રયત્ન કરવો જોઈએ. જે ગૃહસ્થ અધ્યાત્મનાં કેટલાંક શાસ્ત્રો વાંચીને સન્તસાધુઓ તરફ અરૂચિ ધારણું કરે છે અને સાધુના દોષ દેખે છે અને તેઓની નિન્દા કરે છે, તેમજ સાધુઓનો અવિનય કરે છે તેઓ અધ્યાત્મગુણના સન્મુખ થયા નથી અને તેમનામાં અધ્યાત્મગુણ ભાવ પ્રગટ નથી; એમ સમજી લેવું. આવશ્યકાદિ ધર્મક્રિયાઓને જેઓ પરિપૂર્ણ સમજીને તેને આદર કરે છે અને નીતિના ગુણેથી પાછા હઠતા નથી, તેવા મનુષ્યો ભાવઅધ્યાભરસનું આસ્વાદન કરે છે. શુષ્ક અધ્યાત્મીઓ અને જડ ક્રિયાવાદીઓ તે પરસ્પર એકબીજાની ફથલી કરે છે અને એકાન્ત પિતાને પક્ષ ખેંચીને એકાન્તવાદમાં પ્રવેશ કરતા હોય એવા લાગે છે. વ્યવહાર અને નિશ્ચયનયકથિત અનેક શાસ્ત્રો વાંચવાથી એકાન્તવાદના કદાગ્રહ ટળી જાય છે અને અનેકાન્તમતિથી તેઓ અધ્યાત્મશાસ્ત્રને અમૃતરસ પીએ છે. અધ્યાત્મપરિણતિમાં આત્મા પરિમાવવાથી બાહ્યવસ્તુઓ સંબધી વિક૯૫સંકલ્પ ટળે છે અને વારવાર આતરિક શુદ્ધ સ્વરૂપના વિચારોને પ્રવાહ વહ્યા કરે છે. આમતત્વની શેધ કરવાના વિચારોમાં ચિત્ત લાગવાથી પાપારમાંથી ચિત્ત પાછું પડે છે. સાવઘયોગને નિરવદ્યોગરૂપે પરિણુમાવવાને જેઓની તીવ્રછા છે તેઓએ, આત્મસંબધી વિચારે પ્રગટ કરનાર એવાં અધ્યાત્મશાસ્ત્રોનું સદાકાલ અવલંબન કરવું જોઈએ. પ્રાયઃ આ કાલમાં અધ્યાત્મશાસ્ત્રો અને પુષ્ટ સદ્દગુરૂ આદિના અવેલેબનવિના
For Private And Personal Use Only