________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૭) प्रभुजी प्रीतमविन नही कोइ प्रीतम, प्रभुजीनी पूजा घणी मागरे.
તુને| ૨ | भवका फेरावारी करो जिनचंदा, आनन्दधन पायलागरे।।तुने० ॥३॥
ભાવાર્થો:-શ્રીમદ્આનન્દઘનજી મહારાજ મનને કથે છે કે, આત્મન ! તું શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કર ! હવે તને કેટલું કહેવું? હે મન ! તું મદોન્મત્ત થઈ અષ્ટપ્રહર સ્વેચ્છા પ્રમાણે કપિત સુખની ભ્રમણથી પદાર્થોમાં પરિભ્રમણ કરે છે. ઈષ્ટ પદાર્થોપર રાગ ધારે છે અને અનિષ્ટ પદાર્થોપર દ્વેષ ધારણ કરે છે. મેહનીય કર્મને પણ સહાય આપનાર તું છે. સેલ કષાય, નવ કષાય અને ત્રણ દર્શનમોહનીય, એમ સર્વ મળી મેહનીય કર્મની અાવીશ પ્રકૃતિ છે. હે મન ! તું મેહનીય કર્મને પણ સહાયભૂત થાય છે. મન જે ઈષ્ટાનિષ્ટત્વનો ત્યાગ કરીને નિર્વિકલ્પ દશામાં રમણતા કરે છે તે રાગદ્વેષ તુર્ત ઉપશમે છે. મન બાહ્યના પદાર્થોની સાથે સંબંધ રાખે છે ત્યારે રાગ અને દ્વેષ પ્રગટી નીકળે છે. જ્ઞાનશક્તિના પ્રતાપે યદિ મન બાહ્યમાં ઈષ્ટનિષ્ટત્વ કલ્પતું નથી ત્યારે, રાગ અને દ્વેષની ઉદીરણું થઈ શકતી નથી. મન જે આત્માના સન્મુખ રહે છે તે મોહનીય કર્મની નિદ્રાનો નાશ થાય છે. હે મન ! તું મોહનિદ્રાથી જગ અને પરમાત્માના સ્વરૂપમાં તન્મય બની જા ! ! હે મન ! તું એમ અવબોધે છે કે, જગની મનેહર વસ્તુઓ જ મને પસંદ પડે છે અને તેના ઉપર મારી પ્રીતિ થાય છે; પણ આ તારી ભ્રમણા છે. જડવસ્તુઓ પર તું પ્રાણ પાથરીશ તે પણ જડવસ્તુઓ તારી થવાની નથી; એક પરમાત્માજ ખરા પ્રીતમ છે તે વિના અન્ય કઈ પ્રીતમ નથી, એમ તું નિશ્ચય કર. હે મન ! તું પ્રભુની પૂજાની યાચના કર. પ્રભુની પૂજા ભક્તિમાં તું તલ્લીન થશે એટલે તને આનન્દની વૅન પ્રાપ્ત થશે. પ્રભુના આન્તરિક જ્ઞાનાદિ ગુણેની પૂજા અને બહુમાનમાં તલ્લીન બનેલું મન આનન્દમાં ગરકાવ બની જાય છે. પ્રથમ તો પ્રભુની પૂજાભક્તિમાં મનને નિરાનન્દ ભાસે છે પણ જ્ઞાનવડે ત્યાં મનની સ્થિરતા થાય છે ત્યારે અપૂર્વ આનન્દની ખુમારીને તે અનુભવે છે. હે મન ! ભવના ફેરાને ટાળનારી એવી જિનેન્દ્રભગવાનની ભાવપૂજામાં મગ્ન થા. આનન્દના સમૂહભૂત એવા જિનેશ્વર ભગવાનને હે મન ! તું પગે લાગ. અષ્ટાદશ દોષરહિત શ્રીજિનેશ્વરભગવાન છે. અનન્ત ગુણમય શ્રીજિનેશ્વરભગવંત છે. શ્રીજિનેશ્વરપ્રભુના ધ્યાનથી આત્માની શુદ્ધતા થાય છે. શ્રી જિનેશ્વરના ધ્યાનમાં રહેતાં આત્મા પરમાત્મારૂપ બને છે; એમ શ્રી આનન્દઘનજી મહારાજ કથે છે.
For Private And Personal Use Only